પ્રાંતિજના કમાલપુર ખાતે પ્રયાસ ગૃપ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ
રોડ રસ્તા ઉપર નકામી ઉગી નીકળેલ વનસ્પતિ ની સફાઇ કરી રોડ ઉપર જાડું માળ્યુ. : પવિત્ર રક્ષાબંધન નિમિત્તે કમાલપુર ની વિવિધ જગ્યાએ સફાઈ કરવામાં આવી .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કમાલપુર ખાતે પ્રયાસ ગુપ દ્વારા રક્ષાબંધન ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી .
પ્રાંતિજ ના કમાલપુર ખાતે પ્રયાસ ગુપ દ્વારા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિતે ગુપ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામમાં રોડ રસ્તા ઉપર ઉગી નિકળેલ નકામી વનસ્પતિઓ નરતર રૂપ ડાળા તથા રોડ રસ્તા ઉપર જાડુ મારી સ્વચ્છ બનાવવામાં આવ્યાં હતાં તો આ પ્રયાસ ગુપ ની આ સેવા ને લઈને ગામના લોકોએ પણ તેવો ને અભિનંદન પાઠવી તેમણી આ કામગીરી ને બિરદાવી હતી .