Western Times News

Gujarati News

પ્રાંતિજ ના તાજપુર કૂઇ ખાતે પતરા ખોલ ગેંગ નો તરખાટ

 બે રાત્રિમાં પાંચ દુકાનોના છત ના પતરા ખોલી રોકડ રકમ  પરચુરણ સહિત માલ સામાન ની ચોરી  .
 પતરા ખોલ ગેંગ સકિય છતાં પોલીસ ગોર નિ દ્રા માં  .
પ્રાંતિજ:  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કૂઇ ખાતે છેલ્લા ત્રણ દિવસ થી પતરા ખોલ ગેંગ સકિય થતાં દુકાનો કેબીનો ના પતરાં ખોલી દુકાનો માં રહેલ રોકડ રકમ પરચુરણ સહિત સરસામાન ની ચોરી .

હિંમતનગર-અમદાવાદનેશનલ હાઇવે આઠ આવેલ  પ્રાંતિજ ના તાજપુર કૂઇ ખાતે છેલ્લા બે દિવસથી પતરા ખોલ ગેંગ દ્વારા અહીં આવેલ દુકાનો તથા કેબીનો માં છત ના ઉપર ના ભાગે થી પતરા ખોલી દુકાનો કેબીનો માં પ્રવેશ કરી દુકાનોમા રહેલ સર સામાન અસ્તવ્યસ્ત કરી રોકડ રકમ પરચુરણ સહિત દુકાન માં રહેલ સર સામાન ની ચોરી થતાં અહીં આવેલ અન્ય દુકાન માલિકો માં ભય નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ વેપાર મા મંદી નું ગ્રહન ચાલતું હોવાથી વેપારીઓની હાલત પણ કફોડી બની છે

તો ઉમીયા હાર્ડવેર ની દુકાન માં ઉપર ના ભાગે થી પતરા ખોલી દુકાન માં પ્રવેશ કરી પરચુરણ સહિત હાર્ડવેર નો સર સામાન ચોરી ગયા હતા તો જોગમાયા   કરીયાણા સ્ટોર્સ માં પણ છત ના પતરા ખોલી ઉપર ના ભાગે થી પ્રવેશ કરી કાજુ-બદામ , ચા ના પેકેટ ના બાધા ઈલાયચી રોકડ રકમ પરચુરણ સહિત કુલ -૩૦,૦૦૦ ની ચોરી થઇ તો એમ.આર.ટેલસ માં પણ છત ના પતરા ખોલી પ્રવેશ કરી દુકાન માં રહેલ સિવેલા કપડાં તથા ગ્રાહકો સીવવામાટે આપેલ કપડાં ની ચોરી કરી લઇ ગયાં હતાં

તો છેલ્લા બે દિવસ થી પતરા ખોલ ગેંગ સકિય થઇ હોવા છતાં પોલીસ હાલતો ગૌર નિંદ્રા માં હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે તો બીજી તરફ વેપારી ઓ તથા ગ્રામજનો દ્વારા રાત્રી નો પટ્રોલીગ કરવામાં આવે તેવો માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હાલતો વેપારીઓ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા ધટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથધરી છે .
ફોટામોકલેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.