પ્રાંતિજ ના નનાનપુર ગામે નવા હરીજન મહેલ્લા ને કન્ટેનમેનઝોન જાહેર કર્યો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામા કોરો ના વાયરસ ફરી વળતા ગામડાઓની હાલત પણ બગડતી જાય છે ત્યારે પ્રાંતિજ ના નનાનપુર ખાતે નવા હરીજન મહેલ્લા મા કોરોના ના સંક્રમણ વધતા કન્ટેનમેનઝોન જાહેર કરવામા આવ્યો અને ગામના સરપંચ સહિત ની ટીમ આરોગ્ય સ્ટાફ સાથે કામે લાગી હતી .
પ્રાંતિજ તાલુકામાં કોરોના વાયરસ ના કેશો રોકેટ ગતિએ વધી રહ્યા છે હવે તો ગામડાઓમાં પણ કોરોના સંકમણ કેશો વધી રહ્યા છે જેના કારણે ગામડાઓમાં પણ કોરોના વાયરસનાં કેશો વધવાના કારણે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થઈ ઘટતા પગલાં લેવા માંડ્યું છે ટેસ્ટીગ રશીકરણ સર્વેક્ષણ સહિતની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે.પ્રાતિજ તાલુકાના નનાનપુર ગામે નવો હરીજનવાસ કન્ટેનમેન ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે
ગામના સરપંચશ્રી ગીરીશભાઈ શંકરભાઈ પટેલ દ્વારા દુકાનો ગલ્લા બંધ કરવાના હુકમો મૌખિક રીતે કર્યા છે તેમજ ગ્રામજનો ને ઘર માંજ સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો છે તેમજ ફરજિયાત માસ્ક પહેરીને પેજ દૂધ ભરાવવા જવા તેમજ ખેતીવાડી ના કામો મા અને પશુપાલન ના ઘાસચારો લેવા જતી વખતે પણ ફરજિયાત માસ્ક પહેરીને જ જવા લોકોને જણાવવામાં આવ્યું છે .ગામના ચારે કે કોઈપણ જગ્યાએ લોકોને ભેગા નહીં થવા દેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે સરપંચ પટેલ જાતેજ દેખભાળ રાખી રહ્યા છે અને કોરોના ને મહાત કરવા સામૂહિક સહકાર માંગી પગલાં ભરી રહ્યા છે.