પ્રાંતિજ ના પોગલુ ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા હોમીયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું
તો આ ગોળીઓના USO ના મુખ્ય દાતા સચિન કુમાર ગોરધનભાઈ પટેલ નો આભાર પણ વ્યક્ત કર્યો હતો તો પ્રાંતિજ ના પોગલુ થી શરૂ થઇ આ ભગીરથ કાર્ય પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો પછી સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંગઠન અને ૧૦૮ ટીમ તથા ઉમીયા સંગઠન અને સમગ્ર પ્રાંતિજ- તલોદ કડવા પાટીદાર સમાજ ૧૦૮ ટીમ દ્વારા ધરે ધરે આ હોમીયોપેથીક ગોળીઓ પહોચાડવામાં આવશે તો ગામના ઉપસ્થિત લોકો સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ ના હસ્તે હોમીયોપેથીક ગોળીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું
તો વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી માં ધરે ધરે હોમીયોપેથીક ગોળીઓ પહોંચાડશે તો ઉપસ્થિત સોવ કોઈ ને ઉકાળો પીવડાવવામા આવ્યો હતો તો આ પ્રસંગે મહંત સુનીલદાસજી મહારાજ , પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા , તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ , તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.આર.કે.યાદવ પોગલુ મહિલા સરપંચ રમીલાબેન પટેલ , વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન ઉર્વેશભાઇ પટેલ , દવા બનાવનાર ર્ડા.નિતિનભાઇ પટેલ , સંજયભાઈ આઇ.પટેલ , સંજયભાઇ પટેલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ર્ડા સોલંકી તથા આરોગ્ય સ્ટાફ તથા વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.