પ્રાંતિજના મજરા ચંદ્રાલા સીમમાં આવેલ ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યાં
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા-ચંદ્રાલા સીમ માં આવેલ ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યાં તો ખેતરો બેટમાં ફેરવાયા અને સાત વિગા ટામેટા અને પાંચ વિગા બટાકા નો પાક પાણી મા ગયો . પ્રાંતિજ ના મજરા ચંદ્રાલા સીમમાં ઉપર આવેલ ખેતરોમાં ખેતરો ની પાસેથી પસાર થતી હાથમતી માઇનોર કેનાલ ની સફાઈ કરાયાં વગર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવર ફુલ થતાં પાસે આવેલ ખેતરોમાં પાણી ભરી વળતાં ખેતરો બેટમાં ફેરવાયા હતાં તો ભર શિયાળે વગર વરસાદે ખેતરો માં પાણી ફરી વળતાં પટેલ મનુભાઇ જેસગભાઇ ના ખેતરો માં તૈયાર થયેલ સાત વિગા ટામેટા ના પાક માં પાણી ફરી વળ્યાં હતાં તો ટોમટા ના માંડવા જમીન દોસ્ત થઇ ગયાં હતાં
તો પટેલ પ્રસાભાઇ રેવાભાઈ ના ખેતરોમાં પાણી ફરીવળતા પાચ વિગા માં બટાકા નું બિયારણ પણ પાણી માં જતાં ખેડૂતો ને તંત્ર ના પાપે હાલતો મોટું નુકશાની સહન કરવા નો વારો આવ્યો છે તો સમગ્ર ધટના ની જાણ ખેડૂતો દ્વારા અધિકારીઓ અને ગ્રામસેવક ને જાણ કરવા છતાં પણ કોઈ ડોકયુ કરવા પણ ફરકયુ નહતું તો ખેડૂતો દ્વારા વધુ પાણી ખેતરો માં ના ગુસ્સે તે માટે જાતે જેસીબી મશીન બોલાવી કેનાલ ની સફાઈ હાથ ધરી હતી અને કેનાલ માં રહેલ જાળી ઝાખર કચરો બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે હાલતો હજારો લિટર પાણી નો વેહ ની સાથે ખેડૂતો ને ટામેટા અને બટાકા ના પાક ઉપર પાણી ફરીવળતા તંત્ર કે સરકાર દ્વારા મદદત કરવામાં આવે તેવી માગ પણ ઉઠવા પામી છે