પ્રાંતિજ ના મજરા પાસે પોલીસ બસ અને પેટ્રોલ ની ટેન્કર વચ્ચે અકસ્માત
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા પાસે ઇડર ના મૂડેટી થી અમદાવાદ પોલીસ બંદોબસ્ત મા જતી પોલીસ બસ ને અકસ્માત નડયો તો બસ મા જઇ રહેલ સાતેય પોલીસ જવાનો નો આબાદ બચાવ થયો હતો .
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના મજરા સાબર કોલેજ પાસે રાત્રી ના સમયે ટેન્કર અને પોલીસ બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમા સાબરકાંઠા જિલ્લાના ઇડર ના મૂડેટી થી અમદાવાદ પોલીસ બંદોબસ્ત મા જતી હતી
તે દરમ્યાન પ્રાંતિજ ના મજરા પાસે ટેન્કર ચાલક ફુલ ફાસ્ટ ગફલતભરી રીતે બેદરકારી રીતે હંકારી લાવી પોલીસ બસ સાથે અકસ્માત સર્જી ને ટેન્કર ચાલક ટેન્કર મુકીને ભાગી ગયો હતો તો પોલીસ બસ મા સવાર સાત પોલીસ જવાનોનો આબાદ બચાવ થયો હતો તો અકસ્માત ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતા તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી આગળ ની કાર્યવાહી હાથધરી હતી .