પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ APMC ખાતે જિલ્લા સમાહર્તા એ મુલાકાત લીધી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ APMC ખાતે જિલ્લા સમાહર્તા એ સ્થળ મુલાકાત કરી મોયદ ગ્રામ પંચાયત મગફળી રજીસ્ટ્રેશન કામગીરી નો રીવ્યુ કરી માર્ગદર્શન પુરૂ પાડયું અને મોયદ કન્ટેઇનમેન્ટ ઝોન ની મુલાકાત લીધી હતી
જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા પ્રાંતિજના સલાલ ખાતે આવેલ APMC ખાતે સ્થળ મુલાકાત લીધી હતી અને કામગીરી ની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારે બાદ મોયદ ખાતે પણ ગ્રામપંચાયત ખાતે જઈને મગફળી રજીસ્ટ્રેશન કામગીરી નો રીવ્યુ કરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું
ત્યારે મોયદ ખાતે આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની પણ જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા મુલાકાત લઇને લોકો ને કોરો નાથી સાવચેતી રાખવા જણાવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયા , પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા , પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ સહિત ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા .