પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર કાર પલ્ટી ખાવાનો સિલસિલો યથાવત
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ પ્રાંતિજ ના મજરા પાસે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતા કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર રોડ ની વચોવચ આવેલ ડીવાઇડર ચડી રોડ ની રોગસાઇડ માં જઇને બે પલ્ટી ખાઇ ગઇ હતી તો કારમાં સવાર બે યુવાનો ને ઇજાઓ પોહચી.
https://westerntimesnews.in/news/71379
અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે આઠ ઉપર જાણે હાલ યમરાજા એ ધામા નાખ્યા હોય તેમ એક પછી એક અકસ્માત નો સિલસિલો યથાવત છે તો બીજીતરફ રોડ ઉપર પડેલ ખાડા ખડીયા ને લઈને અકસ્માતોમાં વધારો થયો છે તો તગડો ટોલ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરીટી ના પાપે હાલ તો અકસ્માતોના બનાવો હાલ વધવા માડયા છે ત્યારે અકસ્માતોને લઈને લોકો એ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે તો કેટલાક લોકોએ અકસ્માત માં હાથ પગ ભાગવાનો વારો આવ્યો છે
ત્યારે આજે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી કાર RJ12CA4831 નો ચાલક પોતાની કાર ફુલ ફાસ્ટ હંકારી ને જઇ રહ્યો હતો તે સમયે પ્રાંતિજ ના મજરા પાસે કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર રોડ વચ્ચે આવેલ ડીવાઇડર કુદી ને રોડ ની રોગસાઇડે હિંમતનગર તરફ આવતા રોડ ઉપર બે પલ્ટી ખાઇ ગઇ હતી તો આજુબાજુ માથી લોકો દોડી આવ્યા હતાં અને કારમાં સવાર વરૂણ પદમેશ ગાંધી ઉ.વર્ષ- ૩૫ તથા હિંમાશુ ભાવસાર ઉ.વર્ષ -૩૮ બન્ને રહે.ડુંગરપુર રાજસ્થાન બન્ને ઇજાગ્રસ્તો ને દોડી આવેલ લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતાં તો બન્ને યુવાનો ધંધા અર્થે અમદાવાદ ખાતે જઇ રહ્યા હતાં તો બન્ને ઇજાગ્રસ્તો ને ઝડપી સારવાર મળે તે હેતુથી સંદેશ ના પત્રકાર મિતેશ ભાઇ શાહ દ્વારા તેમણી ગાડીમાં તાત્કાલિક પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ ખાતે લઇ ગયા હતા તો માનવંતા નું કાર્ય કર્યું હતું . સંજય રાવલ પ્રાંતિજ .