પ્રાંતિજ પાલિકામાં એકલવ્ય ફાઉન્ડેશન તથા મહિલા કોર્પોરેટર દ્વારા ટેમ્પરેચર ગન આપી
નગરપાલિકાના ચીફ ઓફિસર ને ટેમ્પરેચર ગન આપવામાં આવી સફાઈ કામદારો ની ચિન્તા કરી ટેમ્પરેચર ગન આપી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના પ્રાંતિજ એકલવ્ય ફાઉન્ડેશન તથા નગરપાલિકાના મહિલા કોર્પોરેટર દ્વારા હાલ કોરોના ની મહામારી ને લઈને આરોગ્ય લક્ષી સેવા આપતા સફાઈ કામદારો ની ચિન્તા કરી ટેમ્પરેચર ગન પાલિકા ના આરોગ્ય વિભાગ માં આપવામાં આવી .
પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન ના ડાયરેક્ટર હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ નગરપાલિકાના ના વોર્ડ નંબર-૪ ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના સફાઈ કામદારો ની ચિન્તા કરી આજે નગરપાલિકા ખાતે જઇને પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ ને ટેમ્પરેચર ગન સુપરત કરી હતી તો આ પ્રસંગે નગરપાલિકાના બાંધકામ સમિતિ ના ચેરમેન અરવિદભાઇ પરમાર , આરોગ્ય સમિતિ ના ચેરમેન મહેબુબભાઇ બલોચ , વિજયભાઇ પટેલ , ધુળાભાઈ વણઝાર , મહેશભાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતાં મનુભાઈ નાયી પ્રાંતિજ