પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને જેલ ભેગા કર્યાં
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મેનબજાર માં રાત્રી ના સમયે દુકાન ના પાછળ ના ભાગે થી બારી તોડી દુકાન માં ધુસી ને ૪૩૦૦૦ ની ચોરી થઇ હોવાની ફરીયાદ દુકાન માલિક દ્વારા પોલીસ ને કરતાં પ્રાંતિજ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓ ને પકડી પાડયા હતાં તો ચારેય આરોપીઓ પાસેથી રોકડ રકમ પરચુરણ જપ્ત કરી જેલ ભેગા કર્યાં . કહેવાય છે કે ચોરી થયેલ માલ કદી પાછો મળતો નથી કે આવતો પણ નથી પણ આ કહેવત પ્રાંતિજ પોલીસે અનેક વાર ખોટી સાબિત કરી છે જી હા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરિશચંદ્ર સિંહ , વિપુલભાઇ , વસંતભાઇ સહિત ની ટીમ દ્વારા આ પહેલા પણ બે ધરફોડ ચોરી ના ભેદ ઉકેલ્યા હતા અને તેમા પણ પ્રાંતિજ પોલીસ ના આ પ્રાંતિજ ટાઉન પોલીસ કોન્સ્ટેબલ હરિશચંદ્ર દ્વારા આરોપીઓ ને પકડી આરોપીઓ પાસેથી મુદામાલ ઝડપી મૂળ માલિક ને પરત શોપયો હતો.
ત્યારે પ્રાંતિજ ના હાર્ડ સમાન દેસાઇ ની પોળ ખાતે આવેલ મેનબજાર માંથી રાત્રી ના સમયે શ્રી કૃષ્ણ દુધ ની દુકાન ની પાછળ ની બારી તોડી દુકાન માં ગલ્લામાં મુકેલ અલગ-અલગ દરની ચલણી નોટો તથા પરચુરણ મળી ને કુલ ૪૩૦૦૦ હજાર ની કોઇ અજાણ્યા ચોર ઈસમો દ્વારા દુકાન માથી ચોરી કરી લઇ ગયા ની ફરીયાદ દુકાન માલિક નિરવભાઇ રસિકભાઇ મોદી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં કરતાં પ્રાંતિજ પીઆઇ કે.એસ.બ્રહ્મભટ્ટ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ ટાઉન જમાદાર હરિશચંદ્ર , વિપુલભાઇ , વસંતભાઇ સહિત ની ટીમ ધટના સ્થળે આવી તપાસ હાથધરી હતી અને દુકાન માં લગાવેલ સીસીટીવી કેમેરા તથા આજુબાજુમાં દુકાન માં લાગેલ સીસીટીવી કેમેરા ફૂટેજ લઇને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓ જેમા (૧) ઇમરાન મીયાં ઉર્ફે જાની કમરૂમીયાં કુરેશી ઉ.વર્ષે-૩૦ રહે.પ્રાંતિજ ભઠ્ઠીવાડા પ્રાંતિજ (૨) હિંમતલાલ મોહનલાલ ખત્રી (મારવાડી)ઉ.વર્ષ-૨૦ રહે. પ્રાંતિજ પટેલ વાસ નાનીભાગોળ વિસ્તાર (૩) શાહરૂખ હાજીભાઇ શેખ ઉ.વર્ષ-૨૦ રહે.પ્રાંતિજ પાડા ની પોળ (૪) ઉલાહી ઉર્ફે સોહીલ સલીમમીયાં ઉસ્માનમીયાં પઠાણ ઉ.વર્ષ-૧૯ રહે.પ્રાંતિજ બારકોટ વિસ્તાર ના ઓને પકડીને ચારેય આરોપીઓ ના ધરે થી ચોરી નો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓ ને જેલ ભેગા કર્યાં છે તો પોલીસ ની આ કામગીરી ને વેપારી તથા તેના પરિવાર સહિત નગરજનો એ પણ બિરદાવી છે.*