પ્રાંતિજ બોખ મા નહાવા પડેલા આધેડ નુ ડુબી જવાથી મોત
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ બોખ મા એક આધેડ નાવા પડતા પાણી મા ડુબી જવાથી આધેડ નુ મોત નિપજયુ હતુ .
પ્રાંતિજ શ્રી માકડેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ બોખ ના પાણી મા નાવા પડેલ આધેડ શંકરસિંહ રામપાલ વણઝારા કે બોખ ખાતે આવેલ પાણીમા નાવા પડયા હતા અને પાણી ઉડુ હોવાથી તેવો ડુબવા લાગ્યા હતા અને બુમાબુમ થતા આજુબાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને દોડી આવેલ માંથી કોઇકે પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ ના ટાઉન જમાદાર પ્રણમ ભાઇ , પોલીસ કોન્સ્ટેબલ દિપકસિંહ , વિક્રમ સિંહ સહિત નો પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યો હતો તો પોલીસ દ્રારા તાત્કાલિક પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરવામા આવી હતી
તો સ્થાનિક તરવૈયાઓ દ્રારા બોખ મા શોધખોળ હાથધરી હતી અને પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ આવી પોહચે તે પહેલા પાણી મા ડુબેલ આધેડ શંકરસિંહ રામપાલ વણઝારા ઉ.વર્ષ-૬૦ રહે .વણઝારા વાસ ને પાણી માથી મૃત હાલત બહાર કાઢવામા આવ્યા હતા તો પ્રાંતિજ-હિંમતનગર ફાયર વિભાગ ની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી હતી તો પ્રાંતિજ પોલીસ દ્રારા મૃતક શંકરસિંહ રામપાલ વણઝારા ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામા આવ્યા હતા અને આગળ ની કાર્યવાહી હાથધરી હતી .