પ્રાંતિજ માં લાખ્ખો રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ ગાર્ડન લાપતા
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ અમીનપુર રોડ ઉપર લાખ્ખો રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ ગાર્ડન આખો ને આખો ગાર્ડન ગાયબ.
પ્રાંતિજ નગર પાલિકા દ્વારા બનાવવામાં આવતા ગાર્ડન ખુદ પાલિકા ને હદ તા ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને નગરપાલિકા સંચાલિત ગાર્ડનો એક પછી એક લાખ્ખો રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ ગાર્ડન નગરપાલિકાની જાળવણી ને અભાવે બે કાળજી ને લઈને બે હાલ બનતા આખા ને આખા ગાર્ડન લાપતા થઇ જાય છે
ત્યારે પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે ર્ડા.બાબાસાહેબ આંબેડકર શોપીંગ સેન્ટર આગળ લાખ્ખો રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવેલ ગાર્ડન હાલતો પાલિકા ની ગાર્ડન હટાવો નિતીને લઈને આ જગ્યા ઉપરથી હાલ તો અદશ્ય થઇ ગયો છે અને અહીં હાલતો વાહનો પાર્કિંગ તથા લારી ગલ્લા ની જમાવટ થઇ ગઇ છે ત્યારે ગાર્ડન પાછળ ખર્ચ કરેલ લાખ્ખો રૂપિયા નો ખર્ચ માથે પડયો છે. સંજય રાવલ પ્રાંતિજ .