પ્રાંતિજ માં વુધ્ધ વેપારી ને નજર અંદાજ કરી ને ૭૦ હજાર ની સોનાની વીંટી લઇને ગઠીયો છું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારોમાં આવેલ ખોડીયાર પાન પેલેસ ના વૃધ્ધ દુકાન માલિક ને નજર અંદાજ કરી ને એક ગઠીયો સોનાની વીંટી સરકી ગયો. સમગ્ર ધટના ઉપર નજર કરીએ તો પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ ખોડીયાર પાન પેલેસ ના માલિક ભીખાભાઈ મોહનભાઇ બારોટ કે જેવો પોતે વૃધ્ધ છે અને તેવો ગલ્લો ચલાવે છે ત્યારે આજે તા.૧|૧૦|૨૦૨૦ ને ગુરૂવાર ના રોજ તેમના ગલ્લા ઉપર સવારે અંદાજે ૧૦ વાગ્યા સમયે એક હિન્દી ભાષી શખ્સ આવીને તેવો પાસે ચોકડી માંગી ને વાતો કરવા લાગ્યો અને આગળ આવેલ મંદિર માં દાન કરવાનું કર્યું ને વેપારી ને વાતો ની માર્યા જાળ માં લઇને તેને પોતાના ખીસ્સામાંથી ૭૦૦ રૂપિયા કાઢી ને વેપારી ને આપીને મંદિર માં દાન કરવાનું કર્યું અને તમારા ગલ્લાં માં મુકી દો અને પછી તમે મંદિર ની દાન પેટી માં નાખી આવજો અને કર્યું કે હું દાન કરતાં પહેલાં સોના ની ગમેતે વસ્તુ ને અડકી ને દાન કરૂ છું
પણ અત્યારે મે સોનાની કોઇ વસ્તુ પહેરી નથી જેથી તમારી સોનાની વીંટી મને આપો અને હું તેને અડીને દાન કરૂ અને વૃધ્ધ વેપારી ને વાતોમાં લઈને વીંટી લીધી અને તેની પાસે રહેલ કાગળ માં પેકીંગ કરી અને વૃધ્ધ વેપારી ને પરત આપી અને ક્યું પાંચ મીનીટ આ વીંટી અને ૭૦૦ રૂપિયા ગલ્લામાં મુકી પછી તમે વીટી ફરી થી પહેરી લેજો અને આ દાન ના-૭૦૦ ગમે ત્યારે તમે મંદિર ની દાન પેટી માં મુકી આવજો
હું જાઉ છુ અને તરત જ ત્યાંથી ગઠીયો નિકળી જતાં વૃધ્ધ વેપારી દ્વારા વહેમ જતાં તરતજ ગલ્લામાથી પડીકું ખોલ્યું તો તે નકલી વીંટી નિકળી અને બુમાબુમ કરતાં પહેલાં બાઇક લઇને આવેલ ગઠીયો પોળ રાજ ગુરૂ ના નંગ વાળી વીંટી અંદાજે ૭૦ હજાર ની વીંટી લઇને ત્યાથી બાઇક લઇને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો
ત્યારે ખોડીયાર પાન પેલેસ ના માલિક ભીખાભાઈ મોહનભાઇ બારોટ દ્વારા પોતાની આબરૂ ની ચિંતા કર્યા વગર અને આવી ધટના અન્ય કોઇ સાથે ના બને તે માટે અને ગઠીયો ઝડપાઇ જાય તે માટે પોલીસ ને જાણ કરી હતી ત્યારે પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી અજાણ્યા ગઠીયા ની શોધખોળ હાથ ધરી .