પ્રાંતિજ મા બે અને તાલુકા માં એક કોરોના પોઝીટીવ કેસ નોધાયો
કરીયાણા ના વેપારી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
વેપારી ને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૭૪ કોરોના પોઝીટીવ કેસો નોધાયા.
અત્યાર સુધી માં ૮ લોકો એ કોરોના ને લઈને મોત.
જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧૪ ને સાજા થતાં રજા અપાઈ.
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લામાં જાણે કોરોનાએ જાણે ભરડો લીધો હોય તેમ જિલ્લા સહિત પ્રાંતિજમાં કોરોના ના કેસોમાં દિવસે ને દિવસે વધારો થાય છે ત્યારે પ્રાંતિજ ખાતે છેલ્લા ત્રણ દિવસથી કોરોના ના કેસો માં વધારો થયો છે જેમાં આજે પણ પ્રાંતિજ અને તાલુકા મા એક-એક કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર દોડતુ થયું હતું .
હાલ દેશ સહિત વિશ્વના દેશોમાં કોરોના ના કેસો માં દિવસે ને દિવસે ઝડપી વધારો થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોના નો કહેર યથાવત જોવા મલ્યો છે અને જિલ્લા માં કોરોના પોઝીટીવ આક ૧૭૪ ને પાર થયો છે ત્યારે પ્રાંતિજ માં પણ રોજીદા કોરોના પોઝીટીવ કેસો મલી આવતા જિલ્લા વહીવટી તંત્ર સહિત સ્થાનિક આરોગ્ય તંત્ર હાલતો દોડતુ થયું છે અને એક પછી એક કેસો વધતા ચીન્તા મા પણ વધારો થાય છે ત્યારે પ્રાંતિજ નાનીભાગોળ ખાતે રહેતા અને કરીયાણા ના વેપારી ૫૩ વર્ષીય પુરૂષ મોદી મનોજકુમાર કોરદલાલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેવોને તંત્ર દ્વારા ૧૦૮ મારફતે સારવાર અર્થે હિંમતનગર ખાતે લઇ જવામાં આવ્યા હતાં
તો પ્રાંતિજ દેસાઈ ની પોળ ખાતે ૪૫ વર્ષીય મહિલા આશાબેન નદલાલ નરસિંધાણી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો પ્રાંતિજ ના સોનાસણ ખાતે ૨૫ વર્ષીય યુવક શિવમભાઇ જયંતિભાઇ પટેલ નો કોરો ના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે ત્યારે જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસો નો આક ૧૭૪ ને પાર થયો છે તો કોરોના ને લઈને અત્યાર સુધી માં આઠ વ્યકિત ઓએ જીવ ગુમાવ્યો છે અને અત્યાર સુધી માં ૧૧૪ કોરોના ના દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે ત્યારે હાલતો જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે કોરોના ના કેસોમાં ધરખમ વધારો થતા સ્થાનિક આરોગ્ય તંત્ર સહિત જિલ્લા આરોગ્ય ટીમ માં દોડધામ સહિત ચિન્તા માં વધારો થયો છે .