પ્રાંતિજ રેલ્વે સ્ટેશન રોડ ઉપર છેલ્લા એક મહિનાથી રોડ વચોવચ ખોદકામ કરાતા અવરજવર કરતા વાહન ચાલકો રહીશો પરેશાન
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ થી રેલ્વે સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા છેલ્લા એક વર્ષથી થયેલ લીકેજ ને લઈને એક મહિનાથી રોડ ઉપર ખોદકામ કરાવતા રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો સહિત આજુબાજુ માં આવેલ રહેણાંક વિસ્તારના રહીશો પરેશાન .
પ્રાંતિજ ખાતે નગરપાલિકા ના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા છેલ્લા એક વર્ષથી મેન રોડ ઉપર થયેલ લીકેજને લઈને છેલ્લા એક મહિનાથી મેન રોડ ઉપર ખોદકામ કરાવતા રોડ ઉપર રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો સહિત આજુબાજુ માં રહેતા રહીશો ને મુશ્કેલીઓમાં મુકાયા છે અને વળાંક હોવાથી અહીં અવરજવર કરતા રહીશો તથા વાહન ચાલકો ને અકસ્માત નો ભય પણ સતાવે છે
ત્યારે આજ વિસ્તાર માં તાલુકા સેવા સદન , મામલતદાર કેચરી , તાલુકા પંચાયત , વિવિધ સંસ્થાઓ તેમજ વળાંક માજ દરગાહ તથા કબ્રસ્તાન આવેલ છે તો અહીંથી હજારો ની સંખ્યામાં દિવસ દરમ્યાન ભારે વાહન થી લઇને નાના મોટા વાહનો પ્રસાર થાય છે તથા રહેણાંક વિસ્તાર હોવાથી રહીશો અવરજવર કરે છે
તો નાના મોટા અકસ્માત પણ આ રોડ ઉપર બનતાં રહે છે અને અનેક વાહન ચાલકો સહિત રાહદારી ઓએ અકસ્માત માં જીવ પણ ગુમાવ્યા છે જયારે હાલ તો બે ત્રણ દિવસ ના કામનાં એક મહિનો ઉપર નિકાળી દેતા વાહન ચાલકો સહિત રહીશો પરેશાન છે જયારે ચીફ ઓફિસર સાહેબ ને તો કયાં ખબર પડે એ તો એંસી ઓફિસ મા બેસી રહેવાનું છે અને બહાર નિકળી ને જોવે તો ખબર પડે કે બે થી ત્રણ દિવસ ના કામ મા એક મહિનો નિકળી ગયો અને કેટલા લોકો હેરાન થાય છે ત્યારે હવે ઝડપી તાત્કાલિક ખાડા પુરી રોડ ચાલુ કરવામાં આવે તેવી માંગ હાલતો ઉઠવા પામી છે .