પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જાહેર માર્ગ પર ત્રાસમા પડી રહેલ વીજપોલ ગમે ત્યારે અકસ્માતને નિમંત્રણ આપશે !

હજારોની આવન જાવન પણ અડચણરૂપ આ વીજપોલ કોઈનેય દેખાતો નથી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા જનતા સોસાયટી સામે જ્યાં રોજના અસંખ્ય વાહનોની અવરજવર જવર છે તે જાહેર માર્ગ પર ત્રાસમા વીજપોલ છેલ્લા કેટલાય સમયથી પડ્યો છે અને દરેકને અડચણરૂપ છે તેમ છતાં આ વીજપોલ ને સાઈડમાં હટાવવા ની તસ્તી લેવા કોઈ તૈયાર નથી કે તંત્રને ફરીયાદ કરવા કોઈ અત્યાર સુધી તૈયાર થયું નથી
તે એક શરમજનક બાબત છે.રોજેરોજ હજારો વાહનચાલકો થી ધમધમતા આ માર્ગ પર આ ત્રાસ સમા પડેલ વીજપોલથી અકસ્માત થશે તો તેનું જવાબદાર કોણ હશે અરે આ માર્ગથી વિધાર્થીઓ પણ આવજા કરે છે તો ક્યારેક તેમના દ્વિચક્રી વાહનો ના અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે. તો વીજતંત્રના વાહનો પણ આ રસ્તેથી દોડાદોડ કરે છે
નગરપાલિકાના સત્તાવાળાઓ પણ અહીંથી જ પસાર થઇ રહ્યા છે પણ અડચણરૂપ આ વીજપોલ આ લોકોની આંખો આગળ દેખાતો નથી એ નવાઈની બાબત છે જે હોય તે જાગ્યા ત્યારથી સવાર જાણી અડચણરૂપ આ વીજપોલ હટાવાયા એવું લોકો અને વિધાર્થીઓ ઈચ્છી રહ્યા છે.. મનુભાઈ નાયી,પ્રાંતીજ