પ્રાંતિજ વાસીઓ હવે ચેતી જશે નહી તો પાંચમાં મળતું માસ્ક ૧૦૦૦ મા પડશે
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર વગર માસ્ક પહેરીને લટાર મારતા લોકો ને પ્રાંતિજ પોલીસે કાયદા નું ભાન કરાયું તો માસ્ક વગર ફરતા નગરજનો ને દંડ ફટકારીને માસ્ક પણ આપ્યું.
હાલ કોરોના એ ફરી પાછુ માથુ ઉચકયુ હોય તેમ એકપછી એક પ્રાંતિજ સહિત તાલુકામાં સતત કોરોના ના કેસો મા વધારો જોવા મળી રહ્યો છે તો સરકાર દ્વારા લોકોને કામ વગર બહાર ના જવા તથા કોરોના ના રેપીડ ટેસ્ટ દ્વાર ફરજીયાત ટેસ્ટ કરાવવા તથા પોતે પોતાની જાતેજ કાળજી લેવા સાવચેતી રાખવા લોકો ને જણાવવામાં આવ્યું છે.
તો દિવસ દરમ્યાન અવરનવર સાબુથી હાથધોવા તેમજ સેનીટાઇઝ નો ઉપયોગ કરવો અને માસ્ક ફરજીયાત પહેરવું જેવા જાતેજ સાવચેતી રાખવા જણાવેલું છે તો પ્રાંતિજ પોલીસ દ્વારા આજે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર માસ્ક પહેરવા વગર કામવગર રખડતા લોકોને કાયદા નું ભાન કરાવ્યું હતું અને માસ્ક વગર અવરજવર કરતા લોકો ને દંડ ફટકારીને તેવો ને માસ્ક પણ આપવામાં આવ્યુ હતું તો પ્રાંતિજ પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો ને દંડ કરી ને માસ્ક આપ્યું હતું