પ્રાંતિજ સહિત તાલુકામાં નવરાત્રી ઉપર કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં આ વર્ષે નવરાત્રી માં કોરોનાનુ ગ્રહણ લાગતા માઇ ભકતો ની સાથે નવરાત્રી રસિકો મા પણ નિરાશા જોવા મળી છે તો આરતી બાદ માત્ર કરવઠા ના પાંચ ગરબા ગવાય છે તો નવરાત્રી દરમ્યાન સરકાર ની ગાઈડ લાઈન નું પુરેપૂરૂ પાલન પણ થતું જોવા મળ્યું રહ્યું છે તો માસ્ક સાથે સોશિયલ ડીસન્ટન સાથે કરવઠા ના પાંચ ગરબા ગવાયા હતાં .
આ વર્ષે કોરોના ના કહેર ને લઈને નવરાત્રી ઉપર પણ ગ્રહણ લાગ્યું છે તો સરકાર દ્વારા પણ કોરોના ના ગ્રહણ ને લઈને નવરાત્રી માટે વિવિધ મંડળો ને મંજુરી આપી નથી માત્ર આરતી ની છુટછાટ આપી છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી રહી છે તો વર્ષોથી થતાં શેરી ગરબા ઉપર કોરોના નું ગ્રહણ જોવા મળ્યું હતુ તો સરકાર દ્વારા આરતી ની છુટછાટ આપી છે તો પ્રાંતિજ સહિત તાલુકામાં સરકાર ની ગાઈડ લાઈન નુ પુરેપૂરૂ પાલન થઇ રહ્યું છે
તો મા ની આરતી બાદ માત્ર કરવઠા ના પાંચ ગરબા ગાવામાં આવે છે ત્યારે પ્રાંતિજ ના સુપ્રસિધ્ધ બ્રહ્માણી મંદિર ખાતે પણ આરતી બાદ માત્ર કરવઠા ના પાંચ ગરબા ગાવામાં આવ્યા હતાં તો માથે ગરબો લઈને મા ના ચોક મા પાંચ ગરબા ધુમતા નજરે પડયા હતાં તો સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસન્ટન અને દરેક ગરબા રસિકો ફરજીયાત માસ્ક સાથે ગરબા ધુમયા હતાં તો પાંચ માં નોરતે બ્રહ્માણી મા નો જન્મ દિવસ હોય મંદિર ખાતે માત્ર સાદગી ભરી રીતે કેક કાપી ને મા ના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.
તો પ્રાંતિજ ના રેલ્વે સ્ટેશન ખાતે પણ આવેલ મહાકાલી મંદિર ખાતે પણ કોરોના ના ગ્રહણ ને લઈને માત્ર આરતી સાથે પાંચ ગરબા કરવઠા ના ગરબા ગાવામાં આવ્યા હતાં તો સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસન્ટન જોવા મળ્યો હતો તો દરેક ગરબા રસિકો એ ફરજીયાત માસ્ક પહેરેલું જોવા મળ્યું હતું .
તો પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારોમાં આવેલ બારોટવાસ ખાતે પણ માની આરતી બાદ મહોલ્લા ના રહીશો દ્વારા કરવઠા ના પાંચ ગરબા ગાયા હતાં અને ગરબા ગાતી વખતે ગરબા રસિકો ફરજીયાત માસ્ક પહેરેલું જોવા મળ્યું હતું તો સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસન્ટન પણ અહી જોવા મળ્યો હતો ત્યારે આ વખતે નવરાત્રી માં કોરોનાનુ ગ્રહણ લાગતા ગરબા રસિકો મા નિરાશા પણ જોવા મળી રહી છે
ત્યારે માત્ર આરતી બાદ કરવઠા ના પાંચ ગરબા ગાઇ ને અડધો કલાક માં કાર્યક્રમ હાલ તો સમેટી લેવામાં આવે છે ત્યારે નવરાત્રી દરમ્યાન વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના ઓ પણ કરવામાં આવી રહી છે . સંજય રાવલ પ્રાંતિજ