પ્રાંતિજ સહિત તાલુકામાં ભર શિયાળે કમોસમી વરસાદ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં રાત્રી ના સમયે અને વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ખેતીમાં મોટું નુકસાન થયું પ્રાંતિજ તાલુકા માં ખેતી મા ૪૫ ટકા નુકસાન .
પ્રાંતિજ સહિત તાલુકામાં કમોસમી વરસાદ પડતા હાલ ખેડૂતો ઉપર પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે અને લઉં, કપાસ , રાયડો સહિત શાકભાજી ની ખેતી માં મોટુ નુકસાન થયું છે
ત્યારે હાલતો ફલાવર ,કોબીજ પકવતા ખેડૂતોને પણ એક બાજુ પોષણ ભાવ ના મળતા અને બીજી બાજુ કમોસમી વરસાદ ને લઈને શાકભાજી માં અંદાજે ૪૫ ટકા જેટલું નુકસાન થયું છે
તો શાકભાજી પકવતા ખેડૂતોને રાતા પાણીએ હાલતો રોવા નો વારો આવ્યો છે ત્યારે હાલતો ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે તો બીજીબાજુ કમોસમી વરસાદ બાદ ઠંડી અને વાતાવરણ વાદળછાયુ બનતા હજુ વાદળ ને લઈને પાક ઉપર અસર થશે .