પ્રાંતિજ સાંસદની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન રેલી નિકળી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંખી ધર થી સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૫૦ કિમી મીટર ની રેલી નિકળી હતી જેમાં પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં થઇ ને પ્રાંતિજ ના વિવિધ ગામોમાં પોહચી હતી .
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત , પ્લાસ્ટિક મુકત ભારત બનાવવા માટે દરેક સાંસદો ને પરમ પૂજ્ય ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા કરી ને ૧૫૦ કિમી અંતર કાપી શહેર તથા તાલુકા ના લોકો ને સ્વચ્છતા અંગે જાગૃત કરવા તથા પ્લાસ્ટિક મુકત ભારત બનાવવા સંકલ્પ સાથે આહવાન કરવામાં આવ્યું છે જે અન્વયે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ દ્વારા પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ પંખી ધર થી બજાર ના વિવિધ વિસ્તારો ફરી ને રેલ્વે સ્ટેશન થઇ વદરાડ , પોગલુ , કમાલપુર સહિત ના ગામડાઓમાં પદયાત્રા કરી ને પોહચી હતી
જેમાં સાંસદ દિપસિહ રાઠોડ દ્વારા શહેરીજનો તથા ગ્રામજનો ને પ્લાસ્ટિક મુકત ભારત બનાવવા તથા સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી તો આ રેલી માં સાંસદ દિપસિહ રાઠોડ સાથે પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , સાબરકાંઠા બેક ના ચેરમેન મહેશભાઈ પટેલ , તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ , ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ , બળવંત ભાઇ પટેલ , વિપુલભાઇ પટેલ સહિત ભાજપ કાર્યકરો , આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને ૧૫૦ કિમી મીટર નું અંતર કામી શહેરી જનો અને ગ્રામજનો ને સ્વચ્છતા અંગે નૉ સંદેશ આપી શપથ લેવડાવવામા આવ્યાં હતાં .