પ્રાંતિજ સિવિલમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્રારા કોરોના વોરિયર્સનુ સન્માન કરાયું
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્રારા કોરોના વોરિયર્સો નુ સન્માન કરવામા આવ્યું . હાલકોરો નાની મહામારી એ દેશ સહિત વિશ્વ મા હાહાકાર મચાવ્યો છે ત્યારે ર્ડાકટરો દ્રારા પોતાના જીવ ની પણ પરવા કર્યા વગર સેવાઓ આપી રહ્યા છે
ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્રારા આવા કોરોના વોરિયર્સો નુ સન્માન સાથે કોવીડ હોસ્પિટલ મા સારવાર લઈ રહેલ કોરોના ના દર્દીઓને પણ દુધ ની બોટલ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ના ર્ડાકટર હર્ષભાઇ પટેલ તથા સિવિલ સ્ટાફ નુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ઉચ્ચતર વિભાગ ના ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાવલ તથા આશિષ ભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ના ર્ડાકટર સહિત સિવિલ સ્ટાફ નુ સન્માન કરવામા આવ્યુ હતુ.*