પ્રાંતિજ સ્વામિવિવેકાનંદ શોપીંગ સેન્ટર આગળ થયેલ દબાણ વિવાદ હજુ નોટીસો માં અટવાયું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર દુકાનો આગળ થયેલ દબાણ દુરકરવાનો મામલો હાલતો જાણે દબાવવામા આવતો હોય તેમ માત્ર નોટીસો ઉપર નોટીસ આપી ને ખાલી ટાઇમ પ્રસાર કરવામાં આવી રહ્યો છે તો દબાણ દુર કરવામાં માટે ખુદ નાયબ કલેક્ટરે પણ નગરપાલિકા ને લેખિતમાં જાણકરી છે .
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત નગરપાલિકાના ખુદ ના શોપીંગ સેન્ટર સ્વામી વિવેકાનંદ આગળ દુકાન માલિકો દ્વારા પતરા નો સેડ , દુકાન બહાર બાંધકામ , ઓટલા સહિત ના દબાણ અંગે અરજદાર દ્વારા દબાણ દુર કરવા અનેકવાર રજુઆતો કરવામાં આવી છે અને અરજદાર દ્વારા નીચે થી લઇને ઉપર સુધી રજુઆતો કરી હતી જ્યારે સીએમ ઓફિસ દ્વારા પણ પ્રાંતિજ પાલિકા ને દબાણ દુર કરવા માટે લેખિતમાં જાણ કરી હતી પણ પાલિકા માત્ર દબાણ દુર કરવાની નોટીસ આપીને ખાલી મન વાળ્યું હતું ત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા નોટીસો ઉપર નોટીસો આપી ને ખાલી સમય પ્રસાર કરતા હોય તેવું લાગે છે અને નોટીસ આપી ને ભુલી જાય છે
તો અરજદાર દ્વારા નગરપાલિકા માં દબાણ દુર કરવા પુછતા ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા બસ હજુ એક નોટીસ આપુ છુ તેવુ જણાવ્યુ હતું ત્યારે હાલતો નોટીસો ઉપર નોટીસો આપી ને ખાલી સમય લંબાવવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે તો તાજેતરમાં જ ખુદ પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી (નાયબ કલેક્ટર) સોનલ બા પઢેરીયા દ્વારા પણ દબાણ મામલે નગરપાલિકા ને દબાણ દુર કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી છે છતાં પણ પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા નગરપાલિકા ના ખુદ ના શોપીંગ સેન્ટર આગળ થયેલ દબાણ હટાવવા
હજુ કેમ નોટીસો ઉપર નોટીસો આપી સમય પ્રસાર કરે છે ત્યારે હાલતો કંઇક રંધાયું હોય તેવું હાલતો લોકમુખે ચર્ચાઇ રહ્યું છે ત્યારે હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે દબાણ દુર થશે કે પછી હજું નોટીસો આપી સમય ઉપર સમય પ્રસાર કરવામાં આવશે એતો હવે જોવું રહ્યું .