પ્રાઇવેટ પાર્ટમાં યુવકે કમ્પ્રેસરથી હવા ભરી દીધી, પેટના આંતરડા ફાટી ગયા

ઉજ્જૈન, એક યુવકે પોતાની સાથે કામ કરવાવાળા એક યુવકનાં ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી હતી. જેથી યુવકના આતરડા ફાટી ગયા. જીવ બચાવવા માટે ડોકટરોએ ઓપરેશન કરવું પડ્યું. પોલીસે આ મામલામાં પ્રાણઘાતક હુમલાનો કેસ દાખલ કર્યો છે. ઘટનાનાં કારણોની જાણ થઇ નથી. પોલીસ તપાસ કરી રહી છે કે આ બધું મજાકમાં થયું કે પછી વાત કઈ બીજી જ છે.
આ ઘટના ઉજ્જૈન જીલ્લાનાં આગર રોડ સ્થિત ગ્રામ બાંદકામાં કુરકુરે ફેક્ટરીની છે. અહી ઉજ્જૈનીયા નિવાસી કમલ સિંહ રાજપૂત તથા પાં બિહાર નિવાસી ભરત ચૌહાણ સાથે કામ કરે છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ સાંજે બંને કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ભરતે કમલ સિંહનાં ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી હતી.
હવા ભરતા સમયે કઈ ન થયું, પરંતુ થોડા સમય બાદ કમલ સિંહની તબિયત બગડી. તેને દવાખાનામાં ભરતી કરાવાયો. ડોકટરે તપાસ કરી તો જાણ થઇ કે આતરડા ફાટી ગયા છે. ત્યાર બાદ ઓપરેશન કરવામાં આવ્યું. આ મામલામાં ફેક્ટરી પ્રબંધન તરફથી જણાવવામાં આવ્યું કે કુરકુરેને લાંબા સમય સુધી પાઉચમાં સુરક્ષિત રાખવા માટે ગેસ ભરવામાં આવે છે. કમ્પ્રેસરનો ઉપયોગ આ માટે થાય છે.
બંને કર્મચારી ત્રણ દિવસ સુદ્ધી ફેક્ટરી ન પહોંચ્યા તો આ ઘટનાની જાણ થઇ. દરેક સેક્શનમાં સીસીટીવી કેમેરા લાગેલ છે, પરંતુ તેમાં ૧૦ દિવસ નું જ રેકોર્ડિંગ સેવ થાય છે. આ કારણે આ ફૂટેજ ન મળી શકી. પોલીસ તપાસ કરી રહી છે. આરોપીને કોર્ટે જેલ મોકલ્યો છે.HS