Western Times News

Gujarati News

પ્રાઈવેટ ટ્રેનોને તેમની મરજી પ્રમાણે ભાડું નક્કી કરવાની છુટ અપાશે

નવી દિલ્હી, દેશમાં પ્રાઈવેટ ટ્રેનો શરુ કરનાર કંપનીઓને ટ્રેનનુ ભાડુ નક્કી કરવાની પણ છુટ આપવામાં આવશે. ભારતીય રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે કહ્યુ હતુ કે, કંપનીઓને ટ્રેનની ટિકિટની કિંમત નક્કી કરવાની છુટ હશે પણ ટ્રેનના રુટ પર એસી બસ અને હવાઈ મુસાફરીની પણ સુવિધા હશે તો ભાડુ નક્કી કરતા પહેલા જે તે કંપનીએ આ વાતનુ ધ્યાન રાખવુ પડશે.

ભારતીય રેલવે 109 સ્ટેશનો પર 151 જેટલી પ્રાઈવેટ ટ્રેનો લોન્ચ કરવાની યોજના બનાવી છે.સાથે સાથે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે પણ ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની યોજના છે. દેશમાં ડઝનબંધ જાણીતી કંપનીઓએ પ્રાઈવેટ ટ્રેનો ચલાવવાની યોજનમાં રસ દખાવ્યો છે.ભારતીય રેલવેના અનુમાન પ્રમાણે પ્રાઈવેટાઈઝેશનની યોજનાઓથી આગામી 5 વર્ષમાં રેલવેમાં 7.5 અબજ ડોલરનુ રોકાણ થવાની શક્યતાઓ છે.

સરકાર માટે રેલવે તંત્રનુ આધુનિકરણ બહુ મહત્વનુ છે.રેલવે દ્વારા હાલમાં ચાલતી ટ્રેનોની ઝડપ વધારવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે. જોકે ભારતમાં ટ્રેનનુ ભાડુ રાજકીય રીતે બહુ સંવેદનશીલ મુદ્દો હોય છે.કારણકે ભારતમાં લગભગ 2 કરોડ લોકો રોજ ટ્રેનોમાં સફર કરતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.