પ્રાઈવેટ મેડિકલ કોલેજાેમાં ૫૦ ટકા બેઠકો પર ફી સરકારી જેટલી જ
(એજન્સી) નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હતા, જેમને ઓપરેશન ગંગા હેઠળ ભારત લાવવામાં આવ્યા છે.આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનમાં તબીબી અભ્યાસ માટે ગયા હતા.
એવું કહેવામાં આવે છે કે યુક્રેનમાં તબીબી અભ્યાસ ભારત કરતા ઘણો સસ્તો છે. યૂક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરકાર આ અંગે ચોક્કસ કંઈક કરશે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો ર્નિણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજાેમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજની બરાબર ફી લાગશે.
દેખીતી રીતે જ આ ર્નિણય વડાપ્રધાન મોદીએ એવા સમયે લીધો છે જ્યારે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ દાવ પર લાગ્યું છે. સસ્તી ફીના કારણે ઘણા ભારતીયો વિદેશ જઇને મેડિકલનો અભ્યાસ કરે છે. પરંતુ સરકારનું આ પગલું તેમને ભારતમાં અભ્યાસ કરવામાં પણ મદદ કરશે.
વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જન ઔષધિ દિવસ પર વર્ચ્યુઅલ માધ્યમથી લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા થોડા દિવસ પહેલા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે, જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળશે.
પોતાની વાતચીતમાં પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યનાં પડકારોને ધ્યાનમાં રાખીને અમારી સરકાર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત કરી રહી છે. આઝાદીના આટલા દાયકા પછી પણ દેશમાં માત્ર એક જ એમ્સ હતી, પરંતુ આજે દેશમાં ૨૨ એમ્સ છે.
અમારું લક્ષ્?ય દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ખોલવાનું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર પર આગળ વધીને ભારતમાં દરેકના જીવનનું સન્માન થાય એવી કામના. તેમણે કહ્યું હતું કે, થોડા દિવસો અગાઉ સરકારે વધુ એક મોટો ર્નિણય લીધો છે, જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને મળશે. અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજાેમાં અડધી બેઠકો સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી આકર્ષિત કરશે