Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દેશી ગીર ગાયનું પાલન કરવા રાજયપાલનો અનુરોઘ

પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે રાજયપાલશ્રીના હસ્તે વિકલ્પ સાઇથ નું લૉંચિંગ અને વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’ નું લૉંચિંગ અને તેનું વિતરણ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતં કે, ભારત દેશ કૃષિ અને ઋષિ સંસ્કૃતિનો દેશ છે. કૃષિ ઉત્પાદન એ રીતે ન વધવું જોઇએ કે જે ઉત્પાદન આવનારી પેઢીને પાંગળી બનાવી દે. ખેતી કરો તો પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરો તો દેશી ગીરની ગાયનું કરો, તેનાથી ખેતીની જમીનમાં પૌષ્ટિક તત્વોમાં વધારો થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગાયના ગોબર અને મુત્રથી ખેતરમાં ઉપયોગી કિટક મિત્રો આવે છે અને દુશ્મની કિટકોનો નાશ થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ આરોગ્યપ્રદ અને જીવન રક્ષક છે.

તેમણે પ્રાચીન ગુરૂકુળ આશ્રમના સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરતી ગૌશાળાઓમાં ગાયોનું સંવર્ધન કરતાં સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી અને શ્રી માઘવદાસજીની ગૌશાળામાં ગાયોનું પૂજન કર્યું હતું અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.


રાજયપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતો અને પશુપાલકોને સુભાષ પાલેકરજીની કૃષિ પદ્ધતિની સરળ ભાષામાં સમજૂતિ આપીને પ્રદૂષણ અટકાવવા અને ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના ઉપાયો સમજવ્યા હતા.

રાજપાલશ્રીએ કરેલ લૉંચિંગ ટુલ્સ વિકલ્પ સાઇથ નાના અને સિમાંત ખેડૂતો માટે પ્રદૂષણ રહિત ઉપકરણ-મશીન છે. એક ખેડૂત એક દિવસમાં લગભગ એક એકર પાકની કાપણી કરી શકે છે. સમય અને શક્તિનો બચાવ કરી શકે છે. આ પ્રસંગે ખેડૂતોને વિકલ્પ સાઇથ નું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમના આરંભે વિકલ્પ સાઇથ ના એમ.ડી. શ્રી વિવેક ચતુર્વેદીએ ટુલ્સની વિસ્તૃત સમજ આપીને નિદર્શન કર્યું હતું. આભારવિધી શ્રી સુરેન્દ્ર પંચાલે કરી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડી.પી.જાદવ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ અને આત્માના ખેડૂત સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.