પ્રાથમિક આરોગ્યર કેન્દ્રે : માલવણ વિસ્તારના ૭ હેલ્થલ એન્ડ વેલનેસ સેન્ટર પર ૬૦ જેટલા વિવિધ ઔષધિય છોડ રોપવામાં આવ્યા
લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લાપ વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યન તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
કોરોના મહામારીએ વિશ્વના દેશોને સંક્રમિત કર્યા છે. આરોગ્યેક્ષેત્રે સમૃધ્ધ્ દેશો પણ કોરાનાના કહેરથી બચી શકયા નથી. સમગ્ર વિશ્વના દેશો કોરોનાની રસી શોધવા મથામણ કરી રહયા છે, પરંતુ હજુ સુધી સફળ થયા નથી. ભારત દેશ પણ કોરોનાગ્રસ્તક બન્યો્ છે. ત્યાલરે અતિપ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્સા મહદઅંશે સફળ રહી છે. ભારતના આયુષ મંત્રાલયે પણ કોરાનાની સારવારમાં આયુર્વેદિક/ હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. અને તેના સારા પરિણામો પણ મળી રહયા છે. કોરાના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શકિત વધારવા માટે આયુર્વેદ ઔષધિ મહત્વોનું બની રહયું છે.
આ બાબતને ધ્યાશને લઇ તાજેતરમાં માલવણ પ્રાથમિક આરોગ્યં કેન્દ્ર ના વિસ્તાળરના ૭ (સાત) હેલ્થલ એન્ડમ વેલનેસ સેનટર પર સરગવો, દાડમ, તુલસી વગેરે જેવા મળીને ૬૦ જેટલા ઔષધિય છોડ રોપવામાં આવ્યાથ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હેલ્થે એન્ડસ વેલનેસ સેન્ટડર પર વેજીટેબલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યામ છે. આ વેજીટેબલ ગાર્ડનમાં ઉગતા વિવિધ શાકભાજી સગર્ભા માતાઓને આપવામાં આવે છે જેનાથી આ સગર્ભા માતાઓની આરોગ્યલ અને તંદુરસ્તીભ જળવાઇ રહે છે.
આ ઉપરાંત આગામી સમયમાં માલવણ પ્રાથમિક આરોગ્ય્ કેન્દ્ર ની ૩૩ આશા બહેનો તથા ત્રણ ફેસીલીટેટર મળીને તમામને ત્રણ છોડ દત્તક વૃક્ષ તરીકે આપવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. આમ ચાલુ વર્ષે માલવણ પ્રાથમિક આરોગ્યા કેન્દ્રમના સ્ટાતફ દ્વારા ૧૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી જતનપૂર્વક ઉછેર કરવામાં આવનાર છે.