પ્રિંગલ્સ ઇન્ડિયાનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ

Pringles India enters GUINNESS WORLD RECORDS for creating Largest Sentence Made from Packaged Food -#GetItBackIndia
પેકેજ્ડ ફુ઼ડમાંથી સૌથી મોટું વાક્ય ‘#GetItBackIndia’ લખવા બદલ વિશ્વ વિક્રમ
કોચીનાં લુલુ મોલ ખાતે ચિપ્સનાં 10,005 કેન્સમાંથી બનેલું આદમકદનું ઇન્સ્ટોલેશન એક સપ્તાહ માટે રખાશે
કોચી, ૭ જૂન ૨૦૧૯: બટાટાની પ્રીમિયમ ચિપ્સ બનાવતી ભારતની અગ્રણી અને લોકપ્રિય કંપની પ્રિન્ગલ્સ® ઇન્ડિયાએ પેકેજ્ડ ફૂડનું સૌથી મોટું વાક્ય બનાવીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. અત્યારે આખો દેશ ક્રિકેટમય બની ગયો છે અને આ વાતાવરણને અનુરૂપ પ્રિન્ગલ્સ® બ્રાન્ડે ‘#GetItBackIndia’નો સંદેશ આપીને આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ક્રિકેટપ્રેમીઓનાં આ વિશાળ સંદેશને પ્રિન્ગલ્સે® ખુલ્યાં ન હોય એવા 10.005 કેનથી બનાવ્યો છે. એમાં ઘણી સ્વાદોની ચિપ્સનાં કેન સામેલ છે, જેમ કે ઓરિજિનલ, સાવર ક્રીમ એન્ડ ઓનિયન, પિત્ઝા અને સાઉથ આફ્રિકન સ્ટાઇલ પેરી પેરી. આ સંદેશને કોચીમાં એક મોલનાં ખુલ્લી છત વાળા હોલમાં 60 ફીટ x 40 ફીટની જગ્યામાં રાખવામાં આવ્યો છે.
આ સંદેશ એક અઠવાડિયા માટે જોવા મળશે અને મુલાકાતી પ્રશંસકો ક્રિકેટનાં જોશમાં જોડાઈ શકે છે, આ વિશાળ ડિઝાઇનું પિક્ચર લઈ શકે છે અને સાથે સાથે એની અડોઅડ દિવાલ પર ટીમ ઇન્ડિયા માટે અંગત સંદેશ લખી શકે છે.
આ પહેલ અંગે કોચીમાં બોલતા કેલોગ સાઉથ એશિયાના ડાયરેક્ટર-માર્કેટિંગ સુમિત માથરે જણાવ્યું હતું કે, “પ્રિંગલ્સ વિશ્વની અને ભારતની આઇકોનિક બ્રાન્ડ છે. અમારા ગ્રાહકો પ્રિંગલ્સના સ્વાદ અને તેના કેન માટે ચાહે છે. અમે જે પણ કરીએ છીએ તેમાં અમારા લક્ષ્યાંકિત ગ્રાહકો પ્રિંગલ્સને યાદ કરે છે. અમારી પહેલને યાદગાર બનાવે તેવા બે ઉદાહરણ છે. વેલેન્ટાઇન ડે દરમિયાન ‘સિંગલ એઝ પ્રિંગલ્સ’ કેમ્પેનમાં અપરણિતો (સિંગલ્સ) સાથે બ્રાન્ડને જોડવામાં આવી હતી, જ્યારે ગયા વર્ષે ક્રિકેટ સીઝન દરમિયાન ‘ગેટ મેચ રેડી વીથ પ્રિંગલ્સ’ કેમ્પેન રજૂ કરવામાં આવી હતી. અમે ગ્રાહકોને અચંબિત કરવા માટે સતત પ્રયાસ કરીએ છીએ ત્યારે સમગ્ર દેશને સંગઠિત કરતા ક્રિકેટ વર્લ્ડકપથી સારી તક બીજી કોઇ ન હોઇ શકે અને આ કેમ્પેનમાં ગીનીઝ વર્લ્ડની માન્યતા કેમ્પનને વધુ રોમાંચક બનાવે છે.”