પ્રિનસ ફિલિપના અંતિમ સંસ્કાર ૧૭ એપ્રિલ કરાશે
લંડન: ૯૯ વર્ષની વયે પ્રિન્સ ફિલિપનું નિધન થયા બાદ યુકેના શહી પરીવારમાં ઘેરો શોક છે. પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથ દ્વિતિયનું લગ્ન જીવન ૭૪ વર્ષનું હતું. હવે પ્રિન્સ ફિલિપની અંતિમવિધિ કરવામાં આવશે. બાર્કિંગહામ પેલેસના સત્તાવાર સૂત્રોના મત મુજબ શાહી અંતિમવિધિ વિન્ડસર મહેલના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે ૧૭મી એપ્રીલ શનિવારે થશે. અંતિમ સંસ્કારમાં રાજવી પરિવારના સભ્યો અને અન્ય જાહેર હસ્તીઓ હાજર રહેશે. ડ્યુક ઓફ એડિનબર્ગને રાજકીય સન્માન સાથે દફન કરવામાં આવશે. બ્રિટનના રાજ પરિવારના સભ્યોના મૃત્યુ બાદ શાહી અંતિમ સંસ્કારના પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે શોક પાળવાનો સમયગાળો બે અઠવાડિયાનો હોય છે.
સામાન્ય રીતે મૃત્યુના દિવસથી અંતિમ સંસ્કાર સુધીનો સમયગાળો શોક પાળવાનો સમય કહેવાય છે. દરમિયાન રાજાની સંમતિની રાહ જાેતા કોઈપણ કાયદાને અંતિમ સંસ્કાર સુધી અટકાવી દેવામાં આવે છે. રિપોર્ટના મુજબ પેલેસના સૂત્રોએ કહ્યું હતું કે, આ અંતિમવિધિમાં સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. સુરક્ષા પ્રોટોકોલના કારણે ગણ્યાગાંઠ્યા લોકો જ હાજરી આપશે. આમ પણ પ્રિન્સની આંતિમ ઈચ્છા ઓછી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિની જ હતી. ઉલ્લેનીય છે કે,
બ્રિટનના શાહી પરિવારના સભ્યો પોતાના અંતિમ સંસ્કાર માટે આગોતરું પ્લાનિંગ કરી લેતા હોય છે. અલબત્ત તેમને રાજકીય રીતિ રિવાજાેને અનુસરવા પડે છે. રાજકીય રીતિ રિવાજાે મુજબ પરિવારના તમામ સભ્યોને કાળા કલરના કપડાં પહેરીને અંતિમવિધિમાં આવવાનું રહે છે. મોર્ટિંગ બેન્ડ્સ બ્રિટીશ રોયલ્સ સાથેની પરંપરાનો બીજાે ભાગ છે, જે મૃત્યુની ઘોષણા થતાંની સાથે જ પહેરવા પડે છે. ઉપરાંત પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય તો તમામ સભ્યોને મુસાફરી દરમિયાન કાળા પોષાક સાથે રાખવા પડે છે.
તેઓ વ્યવસાયિક કામે જવાના હોય તો પણ આ પરંપરા અનુસરવી પડે છે. આ પ્રથામાં જાહેર જનતાને શબપેટી પાસેથી પસાર થઈ મૃતકને માન આપવાની છૂટ આપવામાં છે. આ પ્રથા ઘણા વર્ષો જૂની છે. અંતિમવિધિ પહેલાં સામાન્ય રીતે લગભગ ત્રણ દિવસ ચાલે છે. રાજાના અંતિમ સંસ્કારના કિસ્સામાં ગન કેરેજ પ્રોસેશન (સરઘશ) નીકળે છે. આ પરંપરા દાયકાઓથી ચાલી આવે છે. જેમાં અંતિમ સંસ્કાર માટેના કાફલામાં ગન કેરેજ વાહન હોય છે. કોફિનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.