Western Times News

Gujarati News

પ્રિયંકાએ નિક સાથે ભગવાન શિવની આરાધના કરી

મુંબઇ, પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. લગ્ન થયા ત્યારથી પ્રિયંકા ચોપરા પતિ નિક જાેનસ સાથે અમેરિકામાં સ્થાયી થઈ ગઈ છે. કપલે થોડા સમય પહેલા જ લોન્સ એન્જલસમાં આલિશાન ઘર ખરીદ્યું છે. પ્રિયંકા ચોપરા ભલે પોતાના દેશથી દૂર હોય પરંતુ અહીંયાની પરંપરા અને સંસ્કૃતિને જરાય ભૂલી નથી.

કામની વ્યસ્તતાની વચ્ચે પણ તે દરેક ભારતીય તહેવાર ઉજવે છે, જેમાં ન માત્ર તેનો પતિ પરંતુ સાસુ-સસરા પણ સામેલ થાય છે. આજે મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે પ્રિયંકા ચોપરાએ પણ તેના ઘરે પૂજાનું આયોજન કર્યું હતું. તેણે પતિ નિક જાેનસ સાથે શિવજીની આરાધના કરી હતી.

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની ઝલક દેખાડી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલી તસવીરમાં ઘરમાં રાખવામાં આવેલી શિવ ભગવાનની મોટી મૂર્તિ અને તેની આસપાસ કેન્ડલ રાખેલી છે. પતિ નિક જાેનસ સાથે પ્રિયંકા ચોપરા શિવજીની આરાધના કરી રહી છે.

તસવીરમાં પંડિતજી અને એક્ટ્રેસની એક ફ્રેન્ડ પણ દેખાઈ રહી છે. ગુલાબી કલરના ફ્લોરલ એથનિક ડ્રેસમાં પ્રિયંકા સુંદર લાગી રહી છે જ્યારે નિકે વ્હાઈટ કૂર્તો પહેર્યો છે.

અગાઉ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં, પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેમણે તેમના જીવનમાં સાંસ્કૃતિક પરંપરાઓને અપનાવી લીધી છે. તેણે ઉમેર્યું હતું કે, કોઈ પણ મોટી ઈવેન્ટમાં પર્ફોર્મ કરતા પહેલા નિક જાેનસ તેને પૂજા કરવા માટે કહે છે.

અગાઉ પણ, કપલ લોસ એન્જલસમાં તેના પરિવાર સાથે દિવાળી અને લક્ષ્મી પૂજા કરતું જાેવા મળ્યું હતું. થોડા અઠવાડિયા પહેલા જ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ માતા-પિતા બન્યા છે. સરોગસી દ્વારા તેમના ઘરે બાળકનો જન્મ થયો છે.

સોશિયલ મીડિયા પર આ ખુશખબરી આપતા કપલે લખ્યું હતું કે, ‘સરોગેટ દ્વારા અમારા બાળકનો જન્મ થયો છે અને આ વાત જણાવતાં અમને અત્યંત આનંદ થાય છે. અમે અમારા પરિવાર પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યા છીએ ત્યારે વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવસીનું માન જાળવજાે. ખૂબ ખૂબ આભાર. વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા છેલ્લે ‘ટેક્સ્ટ ફોર યુ’માં જાેવા મળી હતી.

આ સિવાય તે ‘મેટ્રિક્સ ૪’માં પણ દેખાઈ હતી. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’થી બોલિવુડમાં કમબેક કરવાની છે. જેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ લીડ રોલમાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.