પ્રિયંકાએ પતિના ૨૯માં બર્થ ડે પર એવું તે શું કર્યુ કે લોકો ચોંકી ગયા
મુંબઈ, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તેનાં પતિ નિક જાેનસને તેનાં ૨૯માં જન્મ દિવસ પર સુંદર રીતે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રિયંકાએ નિકને ‘Love Of My Life’ કહી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિક પ્રિયંકાને Kiss કરતો નજર આવે છે. અને પ્રિયંકાએ પતિનાં ગાલ પર હાથ રાખ્યો છે. પ્રિયંકાની આ તસવીરમાં તેની આસ-પાસ ફુગ્ગા અને ક્લાસિક કાર્સ નજર આવે છે.
પ્રિયંકા અને નિકની આ રોમેન્ટિક તસવીર પર તેમનાં ફેન્સ તેમને શુભેચ્છાઓ આપતાં નજર આવી રહ્યાં છે. આ તસવીર શેર કરી પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે, ‘મારા જીવનનાં પ્રેમ, સૌથી ઉદાર અને સૌથી ઝનૂની વ્યક્તિને મારા તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.. લવ યુ બેબી.. જેવો તુ છે તેવો હોવા માટે આભાર. પ્રિયંકા ચોપરા તેની ફિલ્મની શૂટિંગ માટે ગત થોડા સમયથી યૂકેમાં હતી.
પણ નિકનો જન્મ દિવસ ઉજવવામાટે તે અમેરિકા પહોંચી ગઇ છે. પ્રિયંકાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેનાંલ ગ્ન અને નિક જાેનસનાં પરિવાર સાથે જાેડાયેલાં ઘણાં સવાલોનાં જવાબ આપ્યાં હતાં. જ્યારે તેને પુછવામાં આવ્યું કે, તે હમેશાં તેનાં પેરેન્ટ્સ જેવાં સંબંધો ઇચ્છતી હતી.
જેમાં રોમેન્સ, કવિતા મ્યૂઝિક બધુ જ હોય. તો શું તેને તે બધુ જ મળ્યું? પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, આ જાેવું ખુબજ સુંદર છે કે, જ્યારે હું મારુ કામ કરતી હોવું છુ તો નિક કેવી રીતે તેની લાઇફ મેનેજ કરે છે. મારે શું કરવાનું છે અને મારી શું પસંદ છે તે નિક માટે ઘણું મહત્વ ધરાવે છે. મને ક્યારેય એવો અનુભવ નથી થયો કે મારે એક ચિઅર લીડર જાેઇએ છે.SSS