પ્રિયંકાએ માથા પર ટોકરી લઇ મજુરો સાથે ચ્હાની પત્તિ તોડી
ગોવાહાટી: કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આજે આસામમાં ચ્હાના બગીચામાં મજદુરોની સાથે ચ્હાની પત્તિ તોડતા નજરે પડયા હતાં. આસામના વિસ્વનાથમાં તે માથા પર ટોંકરી લગાવી પત્તિઓ તોડતા નજરે પડયા આ પહેલા સોમવારે તે આદિવાસી સમુદાયના લોકોની વચ્ચે ડાંસ કરતા નજરે પડયા હતાં પ્રિયંકાએ જાણીતા કામાખ્યા દેવી મંદિરમાં પુજા અર્ચના પણ કરી હતી. રાજયમાં ચુંટણી થનાર છે અને તેને ધ્યાનમાં રાખી પ્રિયંકા પૂર્વોત્તર રાજયના પ્રવાસે છે આદિવાસી સમુાય અને ચ્હાના બગીચાના મજદુરોનો મુદ્દો રાજયમાં હંમેશા ચુંટણી રાજનીતિના હિસાબથી મહત્વપૂર્ણ રહ્યો છે આવામાં પ્રિયંકા ગાંધીએ ગત બે દિવસોમાં આ બંન્ને સમુદાયને સાધવાનો પ્રયાસ કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ આસામની પોતાની યાત્રાને લઇ ટ્વીટ પણ કર્યું છે તેમણે કહ્યું કે આસામની બહુરંગી સંસ્કૃતિ જ તેમની શક્તિ છે આસામ યાત્રા દરમિયાન લોકોને મળી અનુભવ થયો કે અહીં લોકો પોતાની સંસ્કૃતિને બચાવવા માટે પુરી રીતે પ્રતિબધ્ધ છે સંસ્કૃતિ અને વિરાસતને બચાવવાની લડાઇમાં કોંગ્રેસ પાર્ટી આસામના લોકોની સાથે રહી છે અને રહેશે પણ ખરા તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયના લોકોની સમસ્યા ઉકેલાશે