Western Times News

Gujarati News

પ્રિયંકાના ભાઈ સાથે સગાઈ તોડ્યા બાદ ઈશિતાએ લગ્ન કર્યા

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ૨૦૧૯માં ઈશિતા કુમાર સાથે લગ્ન કરવાનો હતો. લગ્નની બધી જ તૈયારીઓ થઈ હતી અને પ્રિયંકા ભાઈના લગ્નમાં સામેલ થવા મુંબઈ આવી ગઈ હતી. જાેકે, છેલ્લી ઘડીએ સિદ્ધાર્થ અને ઈશિતાના લગ્ન ફોક કરવામાં આવ્યા હતા. જેનું કારણ આજ સુધી અકબંધ છે. હવે સિદ્ધાર્થ ચોપરાની પૂર્વ ફિઆન્સીએ લંડનમાં લગ્ન કરી લીધા છે. તેણે પોતાની લગ્નવિધિની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. ઈશિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એમ્બ્રોઈડરીવાળી લાલ સાડી, ટીકા અને હાથમાં ચૂડા સાથે જાેવા મળી રહી છે. તસવીરમાં કપલ લગ્નની વિધિ કરતું દેખાઈ રહ્યું છે.

તો બીજી એક તસવીરમાં ઈશિતાની માંગમાં સિંદૂર ભરેલું જાેવા મળે છે. આ તસવીર શેર કરતાં ઈશિતાએ લખ્યું હતું, મારો બધો જ પ્રેમ. ઈશિતાના મિત્રો અને ફોલોઅર્સ આ તસવીર પર તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં આખો ચોપરા પરિવાર સિદ્ધાર્થના લગ્ન માટે ખૂબ ઉત્સાહિત હતો. મુંબઈમાં જ ઈશિતા અને સિદ્ધાર્થના લગ્ન યોજાવાના હતા. નિક જાેનસ સાથે લગ્ન કરનારી પ્રિયંકા ભાઈની રોકા સેરેમની માટે પતિ સાથે મુંબઈ આવી હતી. સિદ્ધાર્થ અને ઈશિતાની સગાઈ ધામધૂમથી થઈ હતી

પરંતુ લગ્ન છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવ્યા હતા. જે બાદ ઈશિતા લંડન શિફ્ટ થઈ ગઈ હતી અને તેણે જીવનની નવી શરૂઆત કરી હતી. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાની મમ્મી મધુ ચોપરાએ કહ્યું હતું કે, તેમનો દીકરો લગ્ન માટે તૈયાર નહોતો અને તેને થોડા વધુ સમયની જરૂર હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.