પ્રિયંકાને કેમ અટકાયતમાં રખાઈ છે, મારા બાળકો પરેશાન છેઃ રોબર્ટ વાડ્રા
નવીદિલ્હી, લખીમપુરમાં થયેલી હિંસા બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને અટકાયતમાં રખાયા છે. તેના પર પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ સવાલો ઉઠાવ્યા છે.વાડ્રાએ કહ્યુ હતુ કે, મારો પરિવાર ગભરાયેલો છે અને બાળકો પરેશાન છે. આખરે કયા આધારે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં રખાયા છે તે ખબર પડતી નથી. યુપીમાં મહિલાઓ સાથે બહુ જ ખરાબ વર્તન થઈ રહ્યુ છે. ખેડૂતોને કોઈ સાંભળનાર નથી.
વિપક્ષી નેતાઓને છોડવામાં આવ્યા છે પણ પ્રિયંકા ગાંધીને હજી અટકાયતમાં રખાયા છે. એક મહિલાથી યોગી સરકાર આટલી બધી ડરી રહી છે. પ્રિયંકા પોતાના બે સાથીઓ સાથે પહોંચી હતી, તેમને જાે પીડિતોને મળવા દેવાયા હોત તો આટલુ બધુ થાત જ નહીં.
વાડ્રાએ કહ્યુ હતુ કે, મારા બાળકો પણ પરેશાન છે. પ્રિયંકા ગાંધીનુ ઈન્ટરનેટ બંધ કરી દેવાયુ છે. કેટલાક ફોન નંબરો છે જેના પર તેની સાથે વાત કરી શકાય છે. મારો પરિવાર ગભરાઈ ગયો છે. પ્રિયંકાના વકીલોને પણ તેમને મળવા નથી દેવાતા.HS