પ્રિયંકાને ત્રીજા ધોરણમાં હોસ્ટેલમાં મોકલી દેવાઈ હતી

મુંબઈ, બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડાને દરેક લોકો સારી રીતે ઓળખે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ બાળપણમાં ખૂબ જ મસ્તીખોર હતી. પ્રિયંકાના મસ્તી કરવાના કારણે તેને હોસ્ટેલમાં મોકલી દેવાઈ હતી. અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ દુનિયાભરમાં પોતાના ટેલેન્ટનો જાદુ દેખાડ્યો છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધીમાં તેમના કામના ચર્ચા થાય છે. પણ તમને આ વાતને જાણીને થોડો આશ્ચર્ય થશે કે આટલી નામના ધરાવતી અભિનેત્રીએ બાળપણમાં પોતાના માતા-પિતાના નાકમાં દમ કરી નાખ્યું હતું. અભિનેત્રી પ્રિયંકા ચોપડાને કોઈ ઓળખાણની જરૂર નથી. તેમને મનોરંજનની દુનિયામાં ઘણો લાંબો સફર કર્યો છે. પણ તેમના નજીકના લોકો જ અત્યાર સુધી જાણતા હતા કે તેઓ બાળપણમાં તેમના માતા-પિતાને ખૂબ જ હેરાન કરતી હતી.
એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતું કે તેઓ બાળપણમાં તેમને ના પાડવાની આદત હતી. તેઓ દરેક વસ્તુ પર પ્રિયંકાની ના બોલવાની આદત હતી. ઘરવાળા લોકો તેની આદતના કારણે હેરાન થઈ રહ્યા હતા. પ્રિયંકાને જણાવ્યું કે હું આવું એની માટે કરતી હતી કેમ કે ના બોલવાથી મને તાકાત મળતી હતી. પ્રિયંકા ચોપડા બાળપણથી જ મસ્તીખોર હતી.
એજ નહીં તેને વાંરવાર લોકોની સામે તેના માતા-પિતાને મુશ્કેલી નાખતી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે પિતાની સાથે આર્મી કેમ્પમાં જમવા જતા સમયે એક મોટા ઓફિસરની મે નકલ ઉતારી હતી. જેના પછી મારા પિતાને શરમ અનુભવવા લાગ્યા હતા. તમને જાણીને હેરાની થશે કે પ્રિયંકા ચોપડાને બાળપણમાં ભિડુ કહીને બોલાતા હતા. કેમ કે પ્રિયંકાએ કહ્યું કે તે નામ તેમને ન પસંદ હોવાથી તે કહીને બોલાવતા હતા. પ્રિયંકા ચોપડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ મિસ ઈન્ડિયામાં માત્ર એટલા માટે ભાગ લીધો હતો કે તેમને પરીક્ષાથી બચવું હતું. તેમને ડોક્ટર બનવું ન હતું.SSS