પ્રિયંકા અને નિકે ઓસ્કરના નોમિનેશન્સ જાહેર કર્યા
મુંબઈ: પ્રિયંકા ચોપરા જાેનસ ઈન્ટરનેશનલ સ્ટાર છે. હાલમાં જ પ્રિયંકા અને તેના અમેરિકન સિંગર પતિ નિક જાેનસને ઓસ્કર ૨૦૨૧ના નોમિનીઝની જાહેરાત કરી હતી. પરંતુ આ વાત એક શખ્સને પસંદ ના આવી અને તેણે પ્રિયંકાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપણી ‘દેશી ગર્લ’ ક્યાં પાછી પડે તેમ હતી? પ્રિયંકાએ એવા જડબેસલાક પુરાવા આપ્યા કે તે વ્યક્તિની બોલતી બંધ થઈ ગઈ. પીટર ફોર્ડ નામના વ્યક્તિએ ટિ્વટર પર પ્રિયંકા પર સવાલ ઉઠાવ્યો હતો કે ફિલ્મોમાં તેનો શું ફાળો છે
તેને ઓસ્કર ૨૦૨૧ના નોમિનેશન્સ જાહેર કરવા દેવાયા? પીટર ફોર્ડના ટિ્વટર બાયો મુજબ તે ઓસ્ટ્રેલિયાનો પત્રકાર છે. તેણે ટિ્વટ કરતાં લખ્યું, આ બંનેનું અપમાન નથી કરવા માગતો પરંતુ ફિલ્મોમાં તેમણે આપેલું યોગદાન તેમને ઓસ્કરના નોમિનીઝ જાહેર કરવા યોગ્ય બનાવે છે કે કેમ તે અંગે ચોક્કસ નથી. પ્રિયંકાએ પોતાની ફિલ્મોનું લાંબુ લિસ્ટ પીટર ફોર્ડને મોકલી આપ્યું. પ્રિયંકાએ લિસ્ટની લિંક શેર કરતાં લખ્યું,
હું તમારા વિચારો જાણવા માગીશ કે યોગ્ય હોવાની લાયકાત શું છે? અહીં મારી ૬૦થી વધુ ફિલ્મોની યાદી છે, જેને તમે ધ્યાને લઈ શકો છો. બીજા ટિ્વટમાં પત્રકારે સ્વીકાર્યું કે તેને પ્રિયંકાએ આપેલા યોગદાન વિશે જાણ નહોતી પરંતુ તેણે બાદમાં નિક જાેનસ પર સવાલ ઉઠાવ્યો. તેણે લખ્યું,
હું સ્વીકારું છું કે તેના ક્રેડિટ વિસ્તૃત છે અને તેનાથી હું અજાણ હતો. પરંતુ તેના પતિનું શું યોગદાન છે તેના પર હજી કોઈ સ્પષ્ટીકરણ નથી આવ્યું. આ ઓસ્કર છે. પ્રિયંકા અને પીટર વચ્ચે થયેલી વાતચીત ટૂંક સમયમાં જ વાયરલ થઈ હતી. પ્રિયંકાના ફેન્સે પીટરના આ સવાલ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.
જે બાદ પીટરે પોતાનું ટિ્વટર અકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગરને બાફ્ટા અને ઓસ્કર અવોર્ડ્સમાં નોમિનેશન્સ મળ્યા છે. પ્રિયંકાએ ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે તેને પ્રોડ્યુસ પણ કરી છે. પ્રિયંકા પાસે હાલ હોલિવુડની બે મોટી ફિલ્મો છે. ટેક્સ્ટ ફોર યુમાં પ્રિયંકા ચોપરા સેમ હ્યુએન અને સેલિન ડાયોન સાથે જાેવા મળશે. જ્યારે કીયાનૂ રિવ્સ, નીલ પેટ્રિક હેરિસ અને કેરિ-એન મોસ સાથે મેટ્રિક્સ ૪માં પણ પ્રિયંકા ચોપરા જાેવા મળશે.