પ્રિયંકા અને નિક જાેનાસના આ વિશાળ બંગલાની કિંમત જાણીને ચોંકી જશો
આ વિશાળ બંગલાની કિંમત ૨૦ મિલિયન ડૉલર એટલે કે આશરે ૧૪૪ કરોડ છે-પ્રિયંકાનું લૉસ એન્જિલિસમાં આવેલું ઘર આલીશાન છે ઘરમાં ૭ બેડરૂમ છે અને બહાર એક મોટું ગાર્ડન છે-
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અમેરિકાના લૉસ એન્જિલિસમાં પતિ નિક જાેનાસની સાથે રહે છે. તેના આ વિશાળ ઘરની કિંમત ૧૪૪ કરોડ રૂપિયા છે. જેમાં ૭ બેડરૂમ છે અને બહાર એક મોટું ગાર્ડન છે. જ્યારે આ વિશાળ બંગલામાં ઈન્ફિનિટી સ્વિમિંગ પૂલથી લઈને પ્રાઈવેટ જીમ પણ છે.
પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસના આ વિશાળ બંગલાની કિંમત ૨૦ મિલિયન ડૉલર એટલે કે આશરે ૧૪૪ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. એક મેગેઝિનના ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ તેના વિશાળ બંગલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મારા માટે ઘરનો મતલબ છે કે કોઈ એવી જગ્યાએ કે જ્યાં તમે ખુશ રહી શકો. મારી આસપાસ એવા લોકો છે કે જેઓને હું પ્રેમ કરું છું. અમેરિકાના લૉસ એન્જિલિસ સિવાય પ્રિયંકા ચોપરાનું ન્યુયોર્ક અને મુંબઈમાં પણ ઘર છે.
આ ઘરમાં લિવિંગ રૂમમાં મહેમાનોની બેઠક માટે એક નહીં પણ ૩ સિટિંગ અરેન્જમેન્ટ્સ છે. પ્રિયકા ચોપરાએ પોતાના આ વિશાળ ઘરને સોફ્ટ કલર્સથી સજાવ્યું છે. જેમાં દીવાલોને સફેદ, ક્રીમ કલરની સાથે ટેન અને બ્રાઉન રંગના પથ્થર લગાવ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસ એમ બંને ફિટનેસ પર પૂરતું ધ્યાન આપે છે. આ ઘરમાં એક પ્રાઈવેટ જિમ પણ છે અને સાથે-સાથે ઈન્ફિનિટી સ્વિમિંગ પૂલ પણ છે.
પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસના આ ઘરનો પાછળનો ભાગ ખૂબ શાંતિ આપનારો અને સુંદર છે. જ્યાં સ્વિમિંગ પુલની સામે સુંદર નજારો જાેવા મળે છે. અહીં નોંધનીય છે કે કોરોનાની મહામારી અને લોકડાઉન દરમિયાન પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસે એક ફોટોગ્રાફ શેર કર્યો હતો કે જેમાં આ વિશાળ બંગલાની બહાર ગાડન અને પાર્કિંગ એરિયાનો નજારો જાેવા મળી રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસનો આ બંગલો ૩ એકરની જમીનમાં ફેલાયેલો છે. જ્યારે ગત દિવસો દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે પ્રિયંકા ચોપરાનું મુંબઈવાળુ એપાર્ટમેન્ટ હવે જેક્લિન ફનાર્ન્ડિસે ખરીદી લીધું છે. પ્રિયંકા ચોપરા આજકાલ તેના પુસ્તક ‘અનફિનિશ્ડ’ને લઈને ચર્ચામાં છે.