પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, હાલ હોમ ક્વોરન્ટાઈન

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા.પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે હું કોવિડ સંક્રમિત થઈ ગઈ છું. મારામાં કોરોનાના હળવા લક્ષણો છે. તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખીને મેં મારી જાતને ઘરે ક્વોરન્ટાઈન કરી છે.
ગુરુવારે સોનિયા ગાંધીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે મામલે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી હતી. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું હતું કે સોનિયા ગાંધી જે નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા તેમાંથી ઘણાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો..સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને બુધવારે સાંજે સામાન્ય તાવ આવ્યો હતો, ત્યારબાદ તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સોનિયા ગાંધી ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. મોદીએ લખ્યું હતુંઃ કોંગ્રેસ પ્રમુખ સોનિયાજી કોરોનામાંથી ઝડપથી સાજા થાય તેવી શુભકામના.HS1MS