પ્રિયંકા ગાંધી જનતાને ગુમરાહ કરી રહી છે : કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Agriculture-Minister-Surya-Pratap.jpg)
લખનૌ: ઉત્તરપ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્તતાપ શાહીએ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી દ્રારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલ પત્રાં ઘઉની ખરીદ પર સવાલ ઉઠાવવા પર ભારે ટીકા કરી છે શાહીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી જેવા નેતા પર આ રીતના તથ્યહીન ને ખોટા નિવેદન શોભા દેતા નથી કૃષિ મંત્રીએ કહ્યું કે એક જવાબદાર નેતા હોવાને કારણે પ્રિયંકાએ આવો પત્ર લખતા પહેલા તથ્યોની તપાસ કરી લેવી જાેઇતી હતી અને ધઉની ખરીદી માટે સરકારના પ્રયાસોને જાેઇ સમજી લેવા જાેઇતા હતાં.
તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાથી યોગી સરકારની પ્રશંસાની અપેક્ષા તો કરી શકાય નહીં પરંતુ ઓછામાં ઓછું તે સરકારની વ્યવસ્થાનો ઉલ્લેખ કરી શકતા હતાં શાહીએ કહ્યું કે હંમેશા કિસાનોના હિતમાં લાગેલ યોગી સરકારે કાર્યભાર સંભાળતા જ પ્રદેશના ૮૬ લાખથી વધુ સીમાંત કિસાનોને મોટી રાહત આપવાનું કામ કર્યું હતું.
સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં કિસાનોના ૩૮ હજાર કરોડ રૂપિયાના દેવા માફ કરી તેમને રાહત આપી હતી સૂર્ય પ્રતાપ શાહીએ કહ્યું કે કોરોના કાળની વિષમ પરિસ્થિતિઓ છતાં પણ આ વર્ષ ધઉ ખરીદમાં રેપોર્ડ બનાવાયો છે.વર્તમાન રવી સીજનમાં અત્યાર સુધી ૧૨.૮૪ લાખથી વધુ કિસાનોની લગભગ ૫૬ લાખ મેટ્રીક ટનથી વધુની ઘઉની ખરીદી થઇ ચુકી છે જયારે ૯૦ ટકા કિસાનોને વળતર પણ થઇ ચુકયુ છે.બાકીનું વળતર તાકિદે કરી દેવાશે