પ્રિયંકા ચોપડાએ પતિ નિક સાથે રમી હોળી, વહૂ સાથે સાસુ-સસરા પણ રંગાયા
મુંબઇ: હોળીનો તહેવારએ તહેવાર છે જેમાં દરેકને રંગોથી રંગવામાં આવે છે. પછી, ભલે તે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ વિશેષ. દરેક પર હોળીનો રંગ માથા પર ચઢીને બોલે છે. બોલિવૂડના સેલેબ્સ પણ હોળીની મજામાં ડૂબી ગયા છે. બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની જાેરદાર અભિનયથી પોતાની આગવી ઓળખ ઉભી કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ હોળીનો તહેવાર પસંદ છે. આનો પુરાવો છે પ્રિયંકાના પતિ નિક જાેનાસ અને સાસુ-સસરા સાથે હોળીની તસવીર.
પ્રિયંકા ચોપડા હાલ વિદેશમાં છે પરંતુ તે કોઈપણ ભારતીય તહેવારની ઉજવણી કરવાનું ક્યારેય ભૂલતી નથી. પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે હોળીના રંગોમાં રંગાયોલી જાેવા મળી રહી છે. વિશેષ વાત એ છે કે, તેની સાથે તેના પતિ નિક જાેનાસ અને સાસરિયાઓ પણ હોળીના રંગોમાં રંગાયેલા જાેવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ તેના ચાહકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે.
ફોટો શેર કરતી વખતે પ્રિયંકા ચોપડાએ કેપ્શનમાં લખ્યું , ‘હોળી, રંગોનો તહેવાર, મારા પ્રિય તહેવારોમાંનો એક છે. આશા છે કે, આપણે તેને પ્રિયજનો સાથે ઉજવી શકીએ, પરંતુ પોતપોતાના ઘરોમાં. બધાને હોળીની શુભકામના.તસવીરોમાં તેના પતિ નિક જાેનાસ, સાસુ અને સસરા પણ પ્રિયંકા ચોપરા સાથે જાેવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તેઓ પણ હોળીના રંગોમાં રંગાયેલા જાેવા મળી રહ્યાં છે. અભિનેત્રીના આ ફોટા તેના ચાહકોમાં ખૂબ પસંદ આવી રહ્યા છે.