પ્રિયંકા ચોપડા નેપોટીઝમ પર બોલતા બોલતા રડી પડી
મુંબઇ, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ નેપોટીઝમનો મુદ્દો ઉછળ્યો છે અને લોકો કરન જોહર, આલિયા ભટ્ટ, સલમાન જેવા સેલિબ્રિટીઝ પર ભડકી ઉઠ્યા છે. જેના લીધે એક પછી એક એક્ટર સામે આવી રહ્યા છે અને પોતે નેપોટીઝમનો ભોગ બન્યા છે તેનો ખુલાસો પણ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ સામેલ છે તે પણ નેપોટીઝમનો ભોગ બની છે તે વાત વિષે તેણે ખુલાસો કર્યો હતો. પ્રિયંકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે જેને એક્ટિંગ વિરાસતમાં મળી હોય તેના ઘરે જન્મ લેવો કોઇ ગુનો નથી પરંતુ આઉટસાઇડર માટે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવી મુશ્કેલ છે.
સ્ટાર કિડ્ઝ પર પણ પ્રેશર હોય છે કે તેમની ફેમિલીનું નામ જેમ છે તેમ બનાવીને રાખે. તે રીતે દરેક એક્ટરની અહીંયા અલગ જર્ની છે. પ્રિયંકાએ જણાવ્યું કે તેને કેટલીક ફિલ્મોમાંથી એટલા માટે કાઢી દેવામાં આવી હતી કે કોઇએ બીજી હિરોઇનને રેકમેન્ડ કરી હોય. તે આવુ થવા પર ઘણુ રોતી હતી બાદમાં તેણે આ બાબત પર કાબૂ મેળવી લીધો હતો. પ્રિયંકાએ કહ્યું કે જ્યારે તે અસફળ થતી હતી ત્યારે તેને ગુસ્સો આવતો હતો પરંતુ બાદમાં તેને સમજાઇ ગયુ હતુ કે આ ઇન્ડસ્ટ્રી એક મેરેથોન છે. તેમાં જેટલુ જલ્દી ભાગશો તેટલુ જલ્દી રેસ જીતી શકાશે.