પ્રિયંકા ચોપડા પોતાના લુકને લઈને ખુબ ચર્ચામાં

પ્રિયંકા શિમરી ઓરેન્જ ડ્રેસ પહેરી પહોંચી તો ખુબ ચર્ચામાં આવી ગઈ, આ ઈવેન્ટમાં દરેકની નજર પ્રિયંકા પર ટકેલી હતી
મુંબઈ, પ્રિયંકા ચોપડાએ હાલમાં એક ઇટાલિયન લગ્ઝરી બ્રાન્ડની ઇવેન્ટમાં હાજરી આપી જેમાં પ્રિયંકા શિમરી ઓરેન્જ ડ્રેસ પહેરી પહોંચી તો ખુબ ચર્ચામાં આવી ગઈ. આ ઈવેન્ટમાં દરેકની નજર પ્રિયંકા પર ટકેલી હતી. પ્રિયંકાએ બ્રા વગરનું ફ્રંટ ઓપન ગાઉનડ પહેર્યું જે ખુબ સુંદર લાગી રહ્યું હતું.
પેરિસ પહોંચેલી પ્રિયંકાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ ગાઉનની કિંમતની પણ ચર્ચા ચાલી રહી છે. પ્રિયંકા ચોપડાના આ ગાઉનની કિંમત લગભગ ૧ લાખ ૯૫ હજાર હોવાનું સામે આવ્યું છે. વિદેશી બ્રાન્ડના આ આઉટફિટને જાે તમે પોતાનું બનાવવા ઈચ્છો તો તમારે મોટો ખર્ચ કરવો પડશે.
View this post on Instagram
પ્રિયંકા ચોપડાએ ખુબસૂરત ગાઉનની સાથે ખુબ સ્ટાઇલિશ અને યુનિક ડિઝાઇનની નેકપીસ પણ કેરી કરી જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. તેની સાથે નેકપીસના ચેહર પર સ્નેક ફેસ બનેલો હતો અને આ નેકલેસ પ્રિયંકાની સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.
શાનદાર ફ્લોર લેંથ ગાઉન, યુનિક નેકપીસની સાથે સાથેપ્રિયંકાએ પોતાના લુકને બ્લેક સ્ટ્રેપી હાઈ હીલ્સ અને લાઉડ મેકઅપથી કમ્પલીટ કર્યું. મહત્વનું છે કે પ્રિયંકા ચોપડા હંમેશા આવા બોલ્ડ અવતારમાં જાેવા મળતી રહે છે