પ્રિયંકા ચોપરાનું થયું પ્રમોશન, અભિનેત્રી બની ગઈ કાકી
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું જાેનસ પરિવારમાં પ્રમોશન થયું છે. અભિનેત્રી હવે કાકી બની ગઈ છે. કારણકે હાૅલીવુડની અભિનેત્રી અને પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નરે દીકરીને જન્મ આપ્યો છે. સોફી ટર્નર અને જાે જાેનસના ઘરે ગત બુધવારે લક્ષ્મીનો જન્મ થયો છે. સોફી ટર્નર પ્રેગનેન્સીને કારણે ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતી. જાેકે, સોફી અને જાે એ પરિવારમાં નવા મહેમાનના આગમનની કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરી પરંતુ સોશ્યલ મીડિયા પર સોફી ટર્નરને શુભેચ્છા આપતી તસવીરો વાયરલ થઈ રહી છે. ગત બુધવારે જાેનસ પરિવારમાં લક્ષ્મીનું આગમન થયું છે.
એક અહેવાલ મુજબ, સોફીએ ૨૨ જૂલાઈના રોજ લોસ એન્જલસની એક હાૅસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. સોફી ટર્નર અને જાે જાેનસે તેમની દીકરીનું નામ વિલા રાખ્યું છે. સોફી ટર્નરની પ્રેગ્નેન્સી સમયની ઘણી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી.
આ તસવીરોમાં તે માસ્ક પહેરીને પતિ સાથે વોક કરતી નજર આવી હતી. કોરોના મહામારીને કારણે તેઓ સુરક્ષાનાં તમામ નિયમોનું પાલન કરતા હતાં. તમને જણાવી દઈએ કે, જેઠાણી સોફી ટર્નર અને દેરાણી પ્રિયંકા ચોપરા વચ્ચે બહુ સારું બોન્ડિંગ છે. સોફી આમ તો પ્રિયંકાની જેઠાણી છે. પરંતુ તે ઉંમરમાં પ્રિયંકાથી ઘણી નાની છે.