પ્રિયંકા ચોપરા અને નિકે હજી નથી પાડ્યું દીકરીનું નામ

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના ઘરે જાન્યુઆરીમાં સરોગસી દ્વારા દીકરીનો જન્મ થયો હતો. કપલ પેરેન્ટહૂડ દરેક ક્ષણને માણી રહ્યું છે. હાલમાં, એક એવોર્ડ શો દરમિયાન પ્રિયંકા ચોપરાએ પરિવારમાં નાનું સભ્ય આવતા તે કેટલી વ્યસ્ત છે તેના વિશે વાત કરી હતી.
કપલના ફેન્સ તેમની દીકરીની ઝલક જાેવા માટે અને તેના વિશેની નાનામાં નાની માહિતી મેળવવા આતુર રહે છે. જાે કે, પ્રિયંકા અને નિકનો તેવો જરાય હેતુ નથી. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, કપલે હજી સુધી તેમની દીકરીનું નામ પણ પાડ્યું નથી.
એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકા અને નિકને તેમના પરિવાર અને મિત્રો તરફથી ઘણા નામ મળ્યા છે. જાે કે, તેમાંથી તેઓ પસંદ કરી શક્યા નથી.
બોલિવુડ લાઈફે સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસને તેમની દીકરી માટે પરિવારના સભ્યો અને મિત્રોએ ઘણા નામ સૂચવ્યા છે. જાે કે, તેમાંથી એક પણ નામ તેમને ગમ્યું નથઈ. આ સિવાય કપલને દીકરીનું નામ પાડવાની જરાય ઉતાવળ નથી.
રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રિયંકા ચોપરા જે તેના મૂળ સાથે જાેડાયેલી છે અને પતિની સંસ્કૃતિને પણ માન આપે છે, તે બંને સંસ્કૃતિનું મિશ્રિત નામ દીકરીને આપવા ઈચ્છે છે. ફેન્સે હજી પણ ચોપરા-જાેનસ પરિવારની લાડકીના નામ માટે રાહ જાેવી પડશે, કારણ તે તેના મમ્મી-પપ્પા સહેજ પણ ઉતાવળમાં નથી. તેઓ તેમનો પૂરતો સમય લઈ રહ્યા છે.
બીજી તરફ પ્રિયંકા ચોપરાના મમ્મી મધુ ચોપરાએ હાલમાં જ વાતચીત કરતાં તેઓ દોહિત્રીને ન મળ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. મધુ ચોપરાએ કહ્યું હતું કે, ‘હું હજી સુધી મારી દોહિત્રીને મળી નથી. હું અહીંયા છે અને તે લોસ એન્જલસમાં છે. હું અને પ્રિયંકા વીડિયો કોલ પર વાત કરીએ છીએ.
મને લાગે છે કે પ્રિયંકા ખુશ છે અને આનંદમાં છે. હાલ હું આટલું જ કહી શકું’. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે જ્યારે તેઓ મમ્મી-પપ્પા બન્યા હોવાની જાહેરાત કરી ત્યારે તેમના ફ્રેન્ડ્સ અને ફેન્સ પણ આશ્ચર્યચકિત થયા હતા. ઉલ્લેખનીય છે કે, કપલના લગ્ન વર્ષ ૨૦૧૮માં થયા હતા.SSS