Western Times News

Gujarati News

પ્રિયંકા તેમજ જાેનાસએ એક થ્રોબેકની તસવીર શેર કરી

મુંબઈ: બોલિવૂડ બાદ હોલિવૂડમાં છવાઇ જનારી પ્રિયંકા ચોપરા જાેનાસ હાલમાં તેની બૂક અને ઓપરા વિન્ફ્રેને આપેલાં ઇન્ટરવ્યૂં બાદ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાનાં ફેન્સ દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. આ બધાની વચ્ચે પીસીએ તેનાં ફેન્સ સાથે કનેક્ટ રહેવાં માટે જૂની તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા જાેનસ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. પ્રિયંકા તેમનાં તમામ ફેન્સનો ખ્યાલ રાખે છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.

એવામાં પ્રિયંકાએ તેની એક થ્રોબેક તસવીર શેર કરી છે. જેને ફેન્સ ખુબજ પસંદ કરે છે. ફોટોમાં જ્યાં પ્રિયંકા ચોપરા દરિયા કિનારે આરામ કરતી નજર આવી રીહ છે ત્યાં તેનો પતિ નિક જાેનસ અને સર્ફિંગ ઇક્વિપ્મેન્ટ્‌સ ચેક કરતી નજર આવે છે. બ્લૂ બેકગ્રાઉન્ડની સાથે પ્રિયંકાની આ તસવીર તેની ગેલરીની અનસીન ફોટોઝમાંથી એક છે. તેને શેર કરતાં એક્ટ્રેસે મજેદાર કેપ્શન પણ આપી છે.

‘એક આઇલેન્ડ પર બોટનાં સપના જાેતા જાેતા વિથ માય મેન’ આ સાથે જ નિક જાેનાસને તેણે ટેગ કર્યો છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા, ઓપરાનાં શો પર તેનાં મેમોયરનું પ્રમોશન કરવાં આવી હતી. પ્રોમોમાં ઓપરા જણાવે છે કે, તેને વાંચીને તેને ભારતમાં વિતાવેલાં તેનાં દિવસો યાદ આવી ગયા તે પ્રિયંકાથી ભારતની ‘સ્પિરિચ્યુઅલ એનર્જી’ અંગે વાત કરે છે. પૂછે છે કે, શું તેનાં મૂળ પણ આવી ધાર્મિકતા સાથે જાેડાયેલાં છે. તેનાં જવાબમાં પ્રિયંકા કહે છે કે, હા, હું કોન્વેન્ટ સ્કૂલમાં ભણી છુ તો હું ખ્રિસ્તી ધર્મ અંગે જાણું છું.

મારા પિતા મસ્જિદમાં ગાતા હતાં તો તે ઇસ્લામથી વાકેફ છે. હું હિન્દૂ ફેમિલીમાં મોટી થઇ છું તેથી મને ખબર છે કે ધાર્મિકતા ભારતનો મોટો હિસ્સો છે જેને આપ અદેખો ન કરી શકો. આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં જ પ્રિયંકાએ પતિ નિક જાેનાસની સાથે ઓસ્કાર ૨૦૨૧નાં નોમિનેશન્સની જાહેરાત કરી હતી. બંનેએ વર્ચ્યુઅલ પ્લેટફર્મ પર ઓસ્કરનાં નોમિનીઝનાં નામ જણાવ્યા અને તેમને શુભકામનાઓ આપી. ઓસ્કરની રેસમાં પ્રિયંકાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર પણ શામેલ છે. રમીન બહરાનીનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મને બેસ્ટ અડપ્ટેડ સ્ક્રીનપ્લે માટે પસંદ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.