પ્રિયંકા પર ડ્રોનથી નજર રખાઈ રહી હોવાનો આક્ષેપ

નવી દિલ્હી, લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ લખીમપુર જવા માટે નિકળેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની અટકાયત કરાઈ હતી. તેમને સીતાપુરના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તેમનો રૂમમાં કચરો વાળતો વિડિયો વાયરલ થયો હતો અને હવે બીજાે એક વિડિયો પણ વાયરલ થયો છે.
જે અંગે કોંગ્રેસનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી પર નજર રાખવા માટે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો છે. બીજી તરફ પોલીસનુ કહેવુ છે કે, આ ડ્રોન કોનુ છે તે અમને ખબર નથી.
કોંગ્રેસે સાથે સાથે કટાક્ષ કર્યો છે કે, ભાજપ સરકારનુ કામ જુઓ પ્રિયંકા ગાંધી જે રૂમમાં છે તેની બહાર ડ્રોનથી નજર રખાઈ રહી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીને મુક્ત કરવાની માંગ સાથે ગેસ્ટ હાઉસની બહાર કોંગ્રેસના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ પણ સવાલ પૂછ્યો છે કે, નરેન્દ્ર મોદીજી તમારી સરકારે મને કોઈ આદેશ કે ફરિયાદ વગર ૨૮ કલાકથી અટકાયતમાં રાખી છે. સાથે સાથે ખેડૂતોને કચડી નાંખનારાઓની ધરપકડ કેમ નથી કરાઈ રહી. રાહુલ ગાંધીએ પણ બહેન પ્રિયંકાના સમર્થનમાં કહ્યુ છે કે, જેને અટકાયતમાં રખાઈ છે તે ડરતી નથી, હાર નહીં માને અને આ સત્યાગ્રહ રોકાશે નહીં.SSS