પ્રિયંકા વાઢેરાના આવાસ પર સુરક્ષા ખામીની વિગત ખુલી
નવીદિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાના ઘરમાં સુરક્ષા ચુકને લઇને જે બનાવ બન્યો હતો તેને લઇને આજે રાજ્યસભામાં જારદાર ગરમી રહી હતી. જ્યારે એસપીજી સુધારા બિલ પર ચર્ચા થઇ રહી હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્ણ બાબત રજૂ કરી હતી. પ્રિયંકાના ઘરે સુરક્ષા ગાબડા અંગે અમિત શાહે પુરતી માહિતી આપી હતી. કોંગ્રેસના સભ્યોએ ગાંધી પરિવારથી એસપીજીની સુરક્ષા દૂર કરવાને લઇને હોબાળો મચાવ્યો હતો. આજે બિલ પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, ૨૫મી નવેમ્બરના દિવસે આખરે પ્રિયંકા ગાંધી વાઢેરાના ઘરે શું થયું હતું તે બાબતની માહિતી તેઓ ધરાવે છે. શાહે કહ્યું હતું કે, આ મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. શાહે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ૨૫મી નવેમ્બરના દિવસે પ્રિયંકા વાઢેરાના ઘરે એક ઘટના બની હતી.
પ્રિયંકાના આવાસ ઉપર જે સુરક્ષા છે તેમાં રાહુલ ગાંધી, રોબર્ટ વાઢેરા સુરક્ષા તપાસ વગર અંદર જાય છે. પ્રિયંકાના આવાસ ઉપર પરિવારના લોકોની પણ તપાસ કરવામાં આવતી નથી. સુરક્ષા કર્મીઓની પાસે એક સૂચના આવી હતી કે, રાહુલ ગાંધી એક કાળી સફારી ગાડીમાં પહોંચનાર છે. એજ વખતે એક કાળી સફારી ગાડી આવી હતી અને તેમાં મેરઠના કોંગ્રેસ નેતા શારદા ત્યાગી પણ હતા. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સમય એજ હતો. આ માત્ર સંજાગના હિસાબે મામલો બન્યો હતો જેથી શારદા ત્યાગી પણ સિક્યુરીટી તપાસ વગર જ અંદર જતા રહ્યા હતા. તેમ છતાં પણ અમે આ સમગ્ર મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી ચુક્યા છે. આ સમગ્ર મામલામાં ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલામાં ત્રણ લોકોને સસ્પેન્ડ કરાયા છે. ડીઆઈજી આમા તપાસ કરી રહ્યા છે. રાજનીતિ કરનાર લોકો આક્ષેપ કરી રહ્યા છે.