પ્રિયા પ્રકાશ વારિયર ચાલુ શૂટિંગમાં જમીન પર પટકાઈ
મુંબઈ: પ્રિયા પ્રકાશ વારિયર તાજેતરમાં ફરી ચર્ચામાં આવી છે. ટૂંક સમયમાં તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રેક સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે, અને તે નીતિનની સાથે જાેવા મળશે. ફિલ્મનું તેનું પ્રથમ સોન્ગ પર રિલીઝ થઈ ગયું છે અને તેનો અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. પરંતુ પ્રિયા પ્રકાશ વારિયરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
જેમાં તે ક્રેક ફિલ્મના સોન્ગની શૂંટિગ કરી રહી છે. આ વીડિયામાં તે દોડી નીતિનની પીઠ પર ચડવા જાય છે. પરંતુ તે સમયે ન તો નીતિન તેને બરોબર પડકી શકે છે અને ન પ્રિયા પ્રકાશ વારિયર પોતાનું બેલેન્સ જાળવી શકે છે. પ્રિયા પ્રકાશ વારિયરે આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, આ જીવન કેવી રીતે મન ધરાશાયી કરે છે,
તેની એક ઝલક છે અને હું દરેક વખતે ઉભી થઉ છું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધું છું. આ રીતે પ્રિયા પ્રકાશ વારિયરે આ વીડિયોને પોતાના જીવન સાથે જાેડ્યો છે. પરંતુ પ્રિયા પ્રકાશ વારિયર જે રીતે જમીન પર પટકાઈ છે. તે જાેતા સેટ પર હંગામો મચી જાય છે. તમને જણાવી દઇએ કે, પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ ‘ક્રેક’ને ચંદ્રશેખર યેલેતી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ ૨૬ ફેબ્રુઆરના રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરમાં નીતિન કેદીના રોલમાં જાેવા મળે છે. જ્યારે રકૂલ પ્રીત સિંહ ફિલ્મમાં ક્રિમિનલ વકીલના રોલમાં છે. આ ફિલ્મમાં એક્શન અને થ્રિલરનો જબરદસ્ત ડોઝ છે.