પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ હોઈ માછીમારોને ચેતવણી
અમદાવાદ, રાજ્યના વાતાવરણમાં આવેલા પલટા અંગે હવામાન વિભાગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજસ્થાન ઉપર લો પ્રેશર સર્જાયું હોવાના કારણે વાદળછાયું વાતાવરણ જણાઈ રહ્યું છે.
જાેકે હાલ વરસાદની કોઈ શક્યતા નથી વર્તાઈ રહી. આગામી ૨-૩ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જાેવા મળે.હાલ વરસાદ આવે એવી કોઈ સિસ્ટમ નથી જણાઈ રહી. વાતાવરણમાં ભેજ વર્તાઈ રહ્યો છે પરંતુ તે વરસાદ લાવી શકવા માટે સક્ષમ નથી.
જાેકે રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હોવાના કારણે ભારે પવનોને ધ્યાનમાં રાખીને ફિશરમેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
નોર્થ અરેબિયન સમુદ્રમાં ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાના કારણે ફિશરમેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આગામી ૨૭, ૨૮ અને ૨૯મી તારીખ માટે ફિશરમેન વોર્નિંગ આપવામાં આવી છે.
સાથે જ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગત રોજ ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આજે યથાવત રહેશે અથવા તો ૪૨ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.ss3kp