પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટમાં CMની અધ્યક્ષતામાં થયા 14 હજાર કરોડના MoU
વાઇબ્રન્ટ ગુજરાટ સમિત પહેલા ગાંધીનગર ખાતે દર સોમવાર વિવિધ રોકાણકારો દ્વારા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં MoU કરવામાં આવે છે. ત્યારે આજે 14 હજાર કરોડના MoU કરવામાં આવ્યા હતા.
10થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રૂ. 140003.10 કરોડના સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. આ સુચિત રોકાણોથી શરૂ થનારા ઉદ્યોગોમાં આગામી સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળી એમ 28,585 લોકોને નવા રોજગાર અવસર પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમેણે કહ્યું કે, ભારતના હરેક ક્ષેત્રની પ્રગતિ અને વિકાસમાં ગુજરાત મોટુ યોગદાન આપવા તત્પર છે.
ભૂપેન્દ્ર પટેલે જે ઉદ્યોગો માટેના સુચિત રોકાણ MOU થયા છે, તે ઉદ્યોગો સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર તરફથી આપવાની થતી મદદમાં સરકાર વિલંબ નહી દાખવે તેમ પણ ઉદ્યોગકારોને જણાવ્યું હતું.
કેમિકલ, ફાર્મા, API, પેસ્ટિસાઇડ્સ, ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી માટે કેમિકલ, પેઇંટ ફેક્ટરી, ડાય્ઝ એન્ડ ઇન્ટરમિડિયેટ રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, દવા ઊદ્યોગોની કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ઊદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, વાપી, જઘડીયા, સાયખા, અંકલેશ્વર, સાણંદ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે.